તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુનઃ શિક્ષણકાર્ય શરૂ:સંઘપ્રદેશમાં ધો.6થી8નું ઓફલાઇન શિક્ષણ શરૂ, છાત્રોની પાંખી હાજરી

સેલવાસ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19 ગાઇડ લાઇન અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ

સંઘ પ્રદેશ દાનહ અને દમણ દીવમા કોરોનાના કેસોમા ઘટાડો થતા અને સક્રિય કેસો પણ ઓછા થવાને કારણે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ પ્રસશનના શિક્ષણ વિભાગ દ્વારા 8મી ઓગસ્ટના રોજ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરવામા આવી હતી ત્યારબાદ 1સપ્ટેમ્બરથી ધોરણ 6થી8ના વિદ્યાર્થીઓ માટે કોવિડ 19ના નિયમ અનુસાર શાળામા અભ્યાસક્રમની શરૂઆત કરવામા આવી છે જેના માટે વિદ્યાર્થીઓએ વાલીની લેખિત પરમીશન લાવવાની રહેશે ક્લાસમા અભ્યાસ સાથે ઓનલાઈન પણ અભ્યાસ ચાલુ રહેશે.જેની તૈયારી સંદર્ભે કલાસરૂમ અને શાળા પરિસરને સેનેટાઇઝ કરવામા આવ્યુ હતુ.

શાળામા આવતા વિદ્યાર્થીઓનુ ટેમ્પરેચર ચેક કરવામા આવ્યુ હતુ ત્યારબાદ સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ક્લાસમા અભ્યાસ માટે બેસાડવામા આવ્યા હતા.ઘણા લાંબા સમય બાદ શાળા શરૂ થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...