શિક્ષણ શરૂ:દાનહમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થયો

સેલવાસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ 19ના નિયમ અનુસાર શાળામાં અભ્યાસક્રમ શરૂ કરાયો

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા અને સક્રિય કેસો પણ ઓછા થવાને કારણે પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ માટે કોવિડ 19ના નિયમ અનુસાર શાળામાં અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ વાલીની લેખિત પરમિશન લાવવાની રહેશે.

ક્લાસમાં અભ્યાસ સાથે ઓનલાઈન પણ અભ્યાસ ચાલુ રહેશે.જેની તૈયારી સંદર્ભે કલાસરૂમ અને શાળા પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતું.શાળામાં આવતાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોસિયલ ડિસ્ટન્સ સાથે ક્લાસમાં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા હતા.ઘણા લાંબા સમય બાદ શાળા શરૂ થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...