તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઈ એસઆઈટીની 5ને નોટિસ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ-રાજકીય નેતાઓને પુછપરછ માટે તેડુ

દાનહ સિનિયર સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમા મુંબઈની એસઆઈટીની ટીમે બુધવારે આ કેસના આરોપીઓ ઉપરાંત અન્ય કેટલાકને પૂછપરછ માટે નોટિસ આપી છે જેમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓનો સામવેશ થાય છે. દાનહ સાંસદ સ્વ.મોહન એસ.ડેલકરે મુંબઈની એક હોટલમાં સુસાઇટ નોટ લખી આત્મહત્યા કરી હતી. જે સંદર્ભે એમના દીકરા અભિનવ ડેલકરે મુંબઈ પોલીસમાં સ્યુસાઇ નોટમાં જે મુખ્ય આઠ વ્યક્તિના નામ લખ્યા હતા તેઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ એસાઈટીને સોપવામાં આવી હતી.

સૂત્રો પાસે મળેલી માહિતી મુજબ એસાઈટીએ આરોપી સિવાય અન્ય લોકોની પૂછપરછો હાથ ધરી છે જેમાં જિલ્લા પંચાયત સભ્ય તેમજ પાલિકાના સભ્યનો પણ સમાવેશ થાય છે એજ પ્રમાણે આજે બીજા અન્ય 3 થી 5 લોકો જેમાં કેટલા અધિકારી અને રાજકારણીને પૂછપરછ માટે તારીખ 25-06-2021ના દિને સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી મરીનડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાપસ અધિકારી પાંડુરંગ સિંદે આસિસ્ટન કમિશનર પોલીસ કોલાબા ડિવિઝન મુંબઈએ સમન્સ જારી કર્યું છે. આપઘાતના ચાર માસ પછી મુંબઇ પોલીસે તપાસની શરૂઆત કરતા હાલ સંઘપ્રદેશ દાનહમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...