તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાનહ-દમણમાં બુધવારે કોરોનાનો એક પણ કેસ નહીં

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનહમાં હાલ 4 કેસ એક્ટિવ રહ્યાં

દાનહમાં નવા 0કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5900 કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 207 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 0 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો.અને રેપિડ એન્ટિજન 345નમૂના લેવામા આવેલ જેમાથી 0રિપોર્ટ પોઝિટિવ આવ્યા ટોટલ 0રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતું. જેમાં આજે 2035લોકોને વેક્સીન આપવામાં આવ્યા છે પ્રદેશમા પ્રથમ ડોઝ 364009 અને બીજો ડોઝ 65140 વ્યક્તિઓને આપવામા આવ્યો છે ટોટલ 429149 લોકોને વેક્સીન આપવામા આવી છે. બીજી તરફ સંઘપ્રદેશ દમણમાં પણ બુધવારે એક પણ કેસ નોંધાયો ન હતો. અહીં હાલ એક પણ કેસ સક્રિય નથી જેને લઇ આરોગ્ય તંત્ર રાહત અનુભવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...