તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:મોહન ડેલકરના પ્રવક્તાએ કહ્યું- 'દાદરા નગર હવેલીના પ્રશાસકની તાનાશાહીથી કંટાળી આત્મહત્યા કરી'

દાદરા નગર હવેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાદરા નગર હવેલીના પ્રશાસક સામે આક્ષેપ
 • 'પ્રશાસનિક તાનાશાહીથી કંટાળી આત્મહત્યા'

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું મુંબઈની હોટલમાં રહસ્યમય મોત થતા પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ તેના પ્રવક્તા દીપકભાઈએ દાદરા નગરહવેલીના પ્રશાસક પર આક્ષેપ કર્યા છે. સાંસદ ડેલકટર સંઘપ્રદેશ પ્રશાસકની તાનાશાહીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે.

ડેલકરના પ્રવક્તા દીપકભાઈએ કહ્યું કે, ગઈકાલે મારે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. જેમાં તેઓ પ્રશાસનિક તાનાશાહીથી દુખી હોવાની વાત સ્વીકારી હતી,. સંઘપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરીમાંથી કાઢી મુકવાનો મામલો, મુક્તિ દિવસના કાર્યક્રમમાં સંબોધનથી વંચિત રાખવા, જિલ્લા અને ગ્રામ પંચાયતને હક અધિકાર છિનવી લેવાની બાબતથી મોહન ડેલકર દુખી હોવાનો પ્રવક્તા દીપકભાઈએ દાવો કર્યો હતો. દીપકભાઈએ કહ્યું કે, સાંસદે મને કહ્યું હતું કે, 'સ્થાનિક લોકોને હું બચાવી શકતો નથી તેનાથી મને દુઃખ થાય છે.' દીપકભાઈએ આક્ષેપ કરતા કહ્યું કે, સાંસદને દુઃખી કરવામા સ્થાનિક પ્રશાસને કોઈ કચાસ બાકી રાખી ન હતી.

મોહન ડેલકરના મોતના સમચાર મળતા તેનો પરિવાર મુંબઈ જવા રવાનો થઈ ચૂક્યો છે. મોહન ડેલકર ગુજરાતમાં પરિવર્તન મંચની શરૂઆત કરીને ગુજરાતમાં ત્રીજો પક્ષ તરીકે ઉભરી આવ્યા હતા. ગુજરાતમાં પરિવર્તન મંચથી નવ શક્તિ પાર્ટીની સ્થાપના મોહન ડેલકરે કરી હતી. સ્થાનિક લોકોને રોજગારીના મુદ્દે મોહન ડેલકર દ્વારા દાદરા અને નગર હવેલીની કંપનીઓમાં સ્થાનિક યુવકોને રોજગારીની તકો આપતા રહેતા હતા.દમણ પુલ દુઘટનાને લઈને સદનમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા મોહન ડેલકરે ધારદાર રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો