ક્રાઈમ:સેલવાસના મેનેજર ઉપર માસ્ક પહેરેલા ઇસમોનો જીવલેણ હુમલો

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને જાનનું જોખમ હોવાથી ફરિયાદ આપી

સેલવાસના એક યુવાન રખોલી ખાતે ધાબા પર નાસ્તો કરવા ગયો હતો ત્યાથી પરત ફરતી વખતે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા અચાનક હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને હુમલાખોરોએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા પીઆઇને લેખિત ફરિયાદ કરી તપાસની માગ કરી છે. સેલવાસના નરોલી માર્ગ ઉપર આવેલી સોનલ એવન્યુમાં રહેતા અને માર્કેટિગ મેનેજરની નોકરી કરતા પ્રિન્સ એન.સિંગ 26 ઓગસ્ટના દિવસે રખોલીના ધાબા પર નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક એક અજાણયા માણસે પાછળથી હુમલો કર્યો હતો.

હુમલાથી પ્રિન્સ નીચે પડી ગયો હતો. ત્યારબાદ બીજા 10થી 12વ્યક્તિ ભેગા થઇ ફરીથી યુવકને માર માર્યો હતો. હુમલા બાદ એક ઇસમે બોલ્યો કે, મરી ગયો લાગે છે. ભાગો અહીથી બીજો વ્યક્તિ બોલ્યો કે અગર જીવતો હશે તો પણ મારી નાંખીશુ. પોલીસમાં ગયો તો પણ મારી નાંખીશુ. હુમલા કરનારા દરેક આરોપીએ માસ્ક પહેર્યા હોવાથી ઓળખ થઇ શકી ન હતી. માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચછ હોવાથી તેમને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસ સ્ટેશનમાં આપેલી અરજી મુજબ મારી સ્થિતિ બહુ ખરાબ છે અને મને ઘણો ડર લાગે છે. મારા ત્રણ બાળકો છે મેં હાલમાં ભયજનક સ્થિતિમાં છું. હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...