શિયાળો જામવા લાગ્યો:દાનહમાં નવેમ્બરના બીજા સપ્તાહે તાપમાન 20 ડિગ્રીએ

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીથી બચવા માટે વિવિધ વસ્તુઓની ખરીદી વધી

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં નવેમ્બરના બીજા સપ્તાહથી શિયાળો જામવા લાગ્યો છે. ગત સપ્તાહથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પ્રદેશમાં ઠંડીના ચમકારા વચ્ચે બજારોમાં ઠંડીથી બચવા માટે વિવિધ વસ્તુઓની લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.સંઘપ્રદેશમાં રાત્રી દરમિયાન અને વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણ બદલવાથી તાપમાનમાં અનપેક્ષિત ઘટાડો થયો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. પ્રદેશમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 થી 35 ડીગ્રી અને રાત્રી દરમિયાન 18થી 20 ડીગ્રી તાપમાન નોધાઇ રહ્યું છે.

ગત ત્રણ-ચાર દિવસથી ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીની સાથે મોટા પ્રમાણમાં ધુમ્મસ પણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારે વાહન ચાલકોએ ગાડીની લાઈટો ચાલુ કરીને જવું પડી રહ્યું છે. ગામડાઓમાં રાત્રે ધુમ્મસીયા વાતાવરણ જોવા મળી રહ્યા છે. દાનહમાં ગ્રામીણ વિસ્તાર જેવા કે, ખાનવેલ, માંદોની, સિંદોની, રુદાનામાં ઠંડીનું પ્રમાણ વધારે રહે છે. આવતા અઠવાડિયા સુધી ઠંડી વધુ હોવાનો અનુમાન છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા નજરે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...