બંધ એલાનનું સુરસુરિયું:સેલવાસમાં બંધ એલાનનું સુરસુરિયું થયું, દુકાનો ખુલ્લી

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંધ કરાવવા નિકળેલાનો વિરોધ થયો

વેપારી એસોસિયેશન સેલવાસ દ્વારા દુકાનદારોને રવિવારના રોજ સ્વૈચ્છિક બંધ રાખવા માટે સોસીયલ મીડિયા દ્વારા મેસેજ કરવામા આવ્યો હતો એની સાથે પાલિકા ચીફ ઓફિસરને પણ લેખિત રજુઆત કરી હતી કે પ્રસાશન દ્વારા 1મેના રોજથી વીકએન્ડ કરફ્યુ બંધ કરાવ્યો છે તેમા રવિવારના રોજ બંધ રખાવવા માટે સાથે નાઈટ કરફ્યુના સમયમા રાત્રે 8વાગ્યાથી સવારે 6વાગ્યા સુધીનો સમય રાખવા અપીલ કરાયી હતી.સેલવાસ બજારમા રવિવારના રોજ દરેક દુકાનદારોએ પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી જેને એસોસિયેશનના કેટલાક લોકો જબરદસ્તી દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા જેનો દુકાનદારોએ બંધ રાખવાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે એવુ તો કયુ કારણ છે કે અમે લોકો દુકાન બંધ રાખીએ અગાઉ લોકડાઉનને કારણે ધંધામા જે નુકસાન થયુ છે જેને અમે જેમ તેમ કરી ભરપાઈ કરી રહ્યા છે.

બીજુ એ કે અમે પ્રસાશન દ્વારા આપવામા આવેલ કોવીડ-19ના દિશાનિર્દેશ અનુસાર અમે પોતે માસ્ક પેહરી અને ગ્રાહકોને પણ માસ્ક સાથે જ દુકાનમા આવવા દઈએ છીએ સોસીયલ ડીસ્ટન્સનુ પણ પાલન કરીએ છીએ દુકાનની બહાર અને અંદર સેનેટાઇઝર પણ રાખવામા આવી રહ્યુ છે. સેલવાસમા ફક્ત કિલવણી નાકા પર જ થોડીઘણી દુકાનો બંધ જોવા મળી હતી બીજા વિસ્તારોમા બધી જ દુકાનો ચાલુ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...