તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેલવાસ પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકનાં ખાતામાંથી 15લાખ રૂપિયા છેતરપિંડી કરી ઉપાડી લીધા હતાં. પોસ્ટ ઓફિસના કેશિયર અને પોસ્ટમાસ્ટરે પણ સાથે આપ્યો હોય કુલ ત્રણ વ્યકિત સામે છેતરપિંડીનો ગુનો સેલવાસ પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદી યોગેન્દ્ર રમણભાઈ ભંડારી રહેવાસી જય સંતોષી માતા ભવન,સિવિલ હોસ્પિટલ એ પોસ્ટ ઓફિસના એજન્ટ દર્શનાબેન ભાવિનભાઈ કાપડી રહેવાસી આમલી.મનુભાઈ રોહિત-પોસ્ટ માસ્ટર સેલવાસ.નયનાબેન પટેલ પોસ્ટ ઓફિસની કેશિયર સામે 15 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓએ 2014માં એજન્ટ દર્શનાબેન કાપડી મારફત પોસ્ટ ઓફિસમાં એમની દીકરીના નામ પર 4 રીકરીંગ ખાતાઓ ખોલાવ્યા હતા.એક ખાતામાં 5 હજાર રૂપિયા દર મહિને 5 વર્ષ માટે એજન્ટ દર્શનાબેન મારફત જમાં કરાવી રહ્યા હતા. જેની પાકતી મુદત જુલાઈ 2019માં યોગેન્દ્ર ભાઈએ દર્શનાબેનને પૂછતાછ કરી પણ તેઓને પાકતી મુદતે પૈસા મળ્યા ન હતા. તપાસ કરતા 14,93 લાખ રૂપિયા દર્શનાબેને ખાતામાંથી ઉપાડી વાપરી કાઢ્યા હતા.યોગેન્દ્રભાઈએ પોસ્ટ ઓફિસમાં જઈ તપાસ કરતા વાસ્તવિકતા ખબર પડી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.