તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:સેલવાસમાં માનસિક રીતે બિમાર પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી

સેલવાસ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હત્યા બાદ પતિને ભાન થતા સામેથી પોલીસને જાણ કરી

સેલવાસ બાવીસા ફળીયા ખાતે માનસિક બીમાર પતિએ પત્નીની હત્યા કરી હતી.ભાન થતા પોતેજ પોલીસ અને પોતાના દીકરાને ફોન કરી જાણ કરી બોલાવ્યા હતા. ગુરૂવારે વહેલી સવારે 4 થી 5 વાગ્યાના સુમારે બાવીસા ફળીયા મગનભાઈની ચાલમાં રહેતો પ્રતાપ સીંગ (45)એ માન્સિકરીતે અસ્વસ્થ હોય ઉસ્કેરાઇ જઇ પોતાની પત્નીની ગાળું દબાવી હત્યા કરી હતી. જોકે પ્રતાપને ભાન થયુ કે તેણે પોતાની પત્નીની હત્યા કરી તો તે દુઃખી થયો અને ત્યારબાદ સેલવાસ પોલીસને અને એના પુત્ર ને ફોન કરી ઘટનાની જાણ કરી આપી હતી. પ્રતાપ મૂળ ઉતરા ખંડન રહીશ છે. સેલવાસ પોલીસે પ્રતાપની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ સમગ્ર સેલવાસા બાવિસા ફળિયા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે લાશનો કબજો લઇ પીએમ માટે રવાના કરી હતી.

પપ્પાએ ફોન કરી કહ્યું મારાથી તારા મમ્મીની હત્યા થઇ છે, જાણ પોલીસને કરી દીધી છે
મારા પિતાને ગત વર્ષે પણ આવાજ માનસિક દોરા પડતા હતા, હાલ કેટલાક દિવસથી કંપનીમાં પણ કંઈક અલગ પ્રકારની હરકતો કરતા હતા. આજે સવારે મારા પર એમનો ફોન આવ્યો હતો કે મારાથી તારી મમ્મીની હત્યા થઇ ગઈ છે. આ ઘટનાની જાણ એમણે પોલીસને પણ કરી દીધી હતી. > રાહુલ પ્રતાપ સીંગ, મૃતકનો મોટો દીકરો સેલવાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો