તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સેલવાસમાં CAની વિદ્યાર્થિનીએ નાપાસ થવાની શંકાએ ફાંસો ખાધો

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્યુસાઇડ નોટમાં મોત માટે કોઇ જવાબદાર નહિંનું જણાવ્યું

સેલવાસની સીએના સેકન્ડ ઇયરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે નાપાસ થવાની આશંકાએ પોતાના રૂમમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. સેલવાસ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાની અને હાલમાં સેલવાસના સામરવરણી સ્થિત પ્રમુખ આંગન રેસિડેન્સીમાં રહેતી અને ચાર્ટડ એકાઉન્ટન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય મનીષા જીવારામ પટેલે મંગળવારે સવારે પોતાની જ રૂમમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. સવારે જ્યારે તેમનો ભાઇ દિપક પટેલે પોતાની બહેનને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તાત્કાલિક નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યા ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. નજીના સંબંધીના જણાવ્યા મુજબ મનિષા લાંબા સમયથી પરેશાન રહેતી હતી. પેપર ખરાબ ગયા હોવાના ડરે અને નાપાસ થવાની આશંકામાં તેમણે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળે છે. સેલવાસ પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી હાથ ધરેલી તપાસમાં એક શોર્ટ સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં મનિષાએ પોતાના મોત માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર નથી અને પોતાની મરજીથી આ પગલું ભર્યુ હોવાનું જણાવ્યું છે. મૃતકના પરિવાર અંતિમ વિધિ કર્યા બાદ આગળની મરણોત્તર વિધિ તેમના વતન રાજસ્થાનમાં કરવા માટે રવાના થયા છે.

અન્ય સમાચારો પણ છે...