હાલાકી:નરોલીની સોસાયટીમાં ગટરના અભાવે ગંદકીથી રહીશો ત્રસ્ત

સેલવાસ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામસભામાં મુદ્દો ઉઠતા સરપંચ અને હોદ્દેદારોએ મુલાકાત લીધી

દાનહના નરોલી ગામે આવેલી એક એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા રોજ વપરાશના પાણીના નિકાલની સુવિધા ન કરાતા ગંદુ પાણી બાજુના ખુલ્લા ખેતરમાં ભેગું થઇ રહ્યું હોય ગંદકીનો માહોલ સર્જાયો છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવતા રહીશોનો બિલ્ડર સામે આક્રોશ જોવા મળ્યો હતો. આ મુદ્દે ગ્રામસભામાં સ્થાનિકોએ રજુઆત કરતા પંચાયતની ટીમ સ્થળ મુલાકાત માટે પહોચી હતી.

નરોલી ગામે આવેલી ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ જે બાબુલાલ નામના બીલ્ડરે બનાવી 2020માં લોકોને મોટામોટા સપનાઓ દેખાડી ફેલ્ટ વેચ્યા હતા. ફ્લેટો વેચીને છુટા થઇ ગયા બાદ એપાર્ટમેન્ટમાં હાલમાં રોજ વપરાશના પાણીના નિકાલનો અભાવ જોવા મળી રહ્યો છે. ડ્રેનેજના પાણીના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા નથી અને ડ્રેનેજનું પાણી બાજુમાં આવેલા ખેતરમાં જ સીધુ છોડી દેવાને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે.

આ અંગે રહીશોએ ગ્રામસભામાં ફરીયાદ કરતા મુદ્દાને ધ્યાનમાં લઇ નરોલી પંચાયતના સરપંચ ધર્મેશ પટેલ અને પ્રભારી યોગેશ સિંહ સોલંકીએ સ્થળ મુલાકાત લીધી હતી એપાર્ટમેન્ટના લોકોએ રજુઆત કરી કે, જો સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવે તો કલેક્ટર અને પ્રસાશકને પણ રજુઆત કરીશું. હાલમાં સરપંચ દ્વારા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા માટે બાંહેધરી આપી છે. ગ્રામસભામાં સોસાયટીના રહીશોએ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ફેલાતી ગંદકી અંગે રજૂઆત કરવામાં આવી હતી. મુલાકાત બાદ સમસ્યાનો નિરાકરણ આવશે.

અન્ય સમાચારો પણ છે...