તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ બાદ હત્યા:નરોલીમાં બાળા સાથે દુષ્કર્મ-હત્યામાં ચાર્જ સીટ દાખલ થઇ

સેલવાસ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એસપીએ ફાસ્ટટ્રેક કેસ ચલાવવા કોર્ટને કરી અપીલ

દાનહના નરોલીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના આરોપી સામે સોમવારે પોલીસે કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી છે. આ સાથે એસપીએ ફાસ્ટટ્રેક કેસ ચલાવવા કોર્ટને અપીલ કરી છે. ઘટનાને એક મહિનો વીતે એ પહેલા પોલીસે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી ભોગ બનનાર બાળાના પરિવારનો ન્યાય અપાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

ગત 12-3-21 ને શુક્રવારે સાંજે નરોલી ખાતે એક સોસાયટીમાં રહેતો આરોપી સંતોષ બીટ્ટુ રજત (30) ના પડોસમાં રહેતી 4 વર્ષની માસુમ બાળકીને બિલ્ડીંગના પેસેજમાં રમાતી હતી ત્યારે હાથ પકડી પોતાની રૂમમાં લઇ જઇ બાળકીના ઘરનો દરવાજો પણ બહારથી બંધ કરી બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો એ પછી ધારદાર હથિયારથી બાળકીનું ગળું કાપી નાખ્યું હતું અને લાશને એક થેલા ભરી રૂમમાં છુપાડી દીધી હતી.

દાનહ પોલીસ વિભાગે બાળકીના મૃત્યુના એક મહિનો વીતે એ અગાવ આરોપી વિરુધ્ધ ચાર્જશીટ તૈયાર કરી સોમવારે કોર્ટમાં રજુ કરી છે. એસપી મહેશ્વર સ્વામીએ ભાસ્કરને જણાવ્યું હતું કે, પોલીસ વિભાગે ફુલપ્રુફ ચાર્જ સીટ તૈયાર કરી છે તેમજ આ કેસને કોર્ટ જદલી ચલાવે એવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો