મતદાન:દાનહ જિલ્લા પંચાયતમાં 80 ને SMCમાં 59.90 ટકા મતદાન, અહીં ભાજપ-કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે સીધો મુકાબલો હતો

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહમાં રવિવારે ચૂંટણી શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થઇ હતી. જિલ્લા પંચાયતની 20 બેઠક, પંચાયત સરપંચની 20 બેઠક અને નગરપાલિકાની 15 બેઠક માટે કુલ 441 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પંચાયતોમા 1,59, 000 મતદારો અને પાલિકાના 90, 600 મતદારો ઉમેદવારોનું ભવિષ્ય 11 નવેમ્બરે રીઝલ્ટ આવ્યા બાદ નક્કી કરશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપેએ બહુમતી મેળવવાનો દાવો કર્યો છે. જેડીયુ પાર્ટી દ્વારા આ વખતે વધુ મતદાન થવાનું કારણ પરિવર્તનનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ જીતનો દાવો કર્યો છે.

ચુંટણીમાં પાલિકા વિસ્તારમાં ઘણા મતદારોના નામો અલગ અલગ વોર્ડમા જતા રહેતા અને કેટલાકને તો સ્લીપ ના મળતા ઘણી તકલીફો પડી હતી. સેલવાસ લાયન્સ ઈંગ્લીશ મીડીયમ શાળા બુથ પર 5:40 કલાકે ગેટ બંધ કરી દેતા મતદારોમાં નારાજગી જોવા મળી હતી.કેટલાક બુથો પર ઈવીએમ મશીન ખોટકાઈ જવાને કારણે અડધાથી એક કલાક મતદાન બંધ રહ્યુ હતું. પાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમા મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામડામા લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. સેલવાસ પાલિકામા સાંજે પાંચ વાગ્યા સુધીમા 56.92ટકા મતદાન થયુ હતું. જીલ્લા પંચાયત સભ્ય, સરપંચ અને પંચાયત સભ્ય માટે બપોરે 3 કલાક સુધીમાં 63 ટકા મતદાન થયુ હતું. હવે કઇ પાર્ટી વિજેતા બનશે એ તો 11 નવેમ્બરે મતપેટી ખુલશે ત્યારે જ ખબર પડશે.

શહેર કરતા ગ્રામ્યમાં 20 ટકા વધુ મતદાન
સેલવાસ પાલિકા અને જિલ્લા પંચાયત માટેની ચૂંટણીમાં સંઘપ્રદેશ દાનહમાં ગામ્ય વિસ્તારમાં શહેર કરતા 20 ટકા વધુ મતદાન થયું છે. દાનહ જિલ્લા પંચાયતના 1,59,879 પૈકી 128091 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે સેલવાસ નગરપાલિકામાં 90600 મતદારો પૈકી 54,265 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં 80 ટકા જ્યારે સેલવાસ પાલિકા વિસ્તારમાં 59.90 ટકા મતદાન થયું હતું. ગામડામાં સવારથી મતદારો લાઈનમાં ઊભા રહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...