વિવાદ:સેલવાસના શાકભાજી માર્કેટમાં ગેરકાયદે વીજ કનેક્શન કપાયા

સેલવાસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યુત વિભાગને બિલના રૂપિયા નિયમિત અપાતા હતા

સેલવાસ કિલવણીનાકા ખાતે મંગળવારે બહુમાળી તરફના રસ્તા પર આવેલી શાકભાજી માર્કેટમાં કેટલાક વેપારીઓનું વીજ જોડાણ ઇલેકટ્રિક વિભાગે કાપી નાંખતા વિવાદ સર્જાયો છે. સેલવાસના કિલવણી નાકાથી બહુમાળી તરફના રસ્તા પર ચાલતી શાકભાજી માર્કેટમા ઇલેક્ટ્રીક વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.વેપારીઓનુ જણાવ્યુ કે અમે લોકો ઇલેક્ટ્રીક વિભાગના કર્મચારીને લાઈટબીલના પૈસા આપી દઈએ છીએ છતા પણ કોઈપણ જાતની નોટિસ પણ ન આપી અને સીધા કનેક્શન કાપવા જ આવી ગયા હતા.

ઇલેક્ટ્રીક કનેક્શન કાપી નાખવાને કારણે હવે સાંજના સમયે ઘરાકીના સમયે જ શાકભાજી વેચવાની તકલીફ પડશે. આ કનેક્શન કાપવા આવેલા અધિકારીને પુછતા તેઓએ કોઈ જ જવાબ આપ્યો ન હતો.હાલમાં શાકભાજીના વેપારીઓની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...