કામગીરી:સેલવાસની હરિઓમ સ્વીટ દિવાળીની મીઠાઇ વેચતા ઝડપાઇ

સેલવાસ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ મળતાં ફુડ વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચી

સેલવાસના નરોલીમાં તાજેતરમાં કેમિકલ અને નિમ્ન કક્ષાનું દૂધમાંથી નકલી બનાવવાનું કારખાનું સ્વાસ્થય વિભાગની ટીમે ઝડપી પાડ્યું હતું. જોકે, અત્યાર સુધી ફરિયાદ કરવા છતાં પણ નિષ્ક્રિય રહેલા ફુડ વિભાગે મંગળવારે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સેલવાસની એક મીઠાઇ દુકાનમાં દિવાળીમાં બનાવેલી મીઠાઇનું અત્યારે પણ વેચાણ થઇ રહ્યું હતું.

સેલવાસ એસટી ડેપો સામે આવેલ હરિઓમ સ્વીટ અને ફરસાણની દુકાનમા મીઠાઈમા ગરબડી હોવાની ફરિયાદ આવતા દાનહ ફૂડ એન્ડ સપ્લાય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામા આવી ત્યારે જોવા મળ્યુ કે, દિવાળીના તહેવાર દરમ્યાન જે મીઠાઈ બનાવવામા આવી હતી એને ફ્રિજમાં રાખી વેચાણ કરવામા આવી રહી હતી. જેથી આરોગ્ય વિભાગના ફૂડ અને સપ્લાય વિભાગ દ્વારા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નરોલીમાં નકલી પનીર બનાવવાનું કારખાનું ઝડપાયા બાદ હવે ફુડ એન્ડ સપ્લાય વિભાગ સક્રિય થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...