રાજકારણ:દાનહમાં ગ્રામ પંચાયત પેટાચૂંટણીમાં ગલોન્ડા-કોંચા પંચાયત શિવસેના વિજેતા

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહમાં ગલોન્ડા વોર્ડ નં. 3/11ની પેટાચૂંટણીમાં 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. 1 નવેમ્બર સોમવારે મતગણતરી હાથ ધરી હતી. સેલવાસના આમળી સ્થિત સચિવાલયમાં મીની કોન્ફરન્સ હોલમાં કરાઈ હતી. બંને પંચાયતમાં શિવસેનાના ઉમેદવારો વિજય બન્યા હતા.

જેમાં ગલોન્ડા પંચાયત વોર્ડ નં 3/11માં વિજય કિનરીએ 177 મતની લીડથી જીત હાસલ કરી હતી. બીજી બાજુ કૌચા પંચાયત વોર્ડ નં.6/8 ના ઉમેદવાર રઘુભાઈ દોડેએ 82 મતની લીડથી જીત હાસલ કરી હતી. બંને વિજેતાએ કહ્યું કે આ જીતએ અમારી શ્રધ્ધાંજલી છે સ્વ. મોહન ડેલકર માટે, તેમણે કહ્યું કે 2 નવેમ્બરે લોકસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવશે એ મોહન ડેલકર માટે પ્રદેશ વતી સાચી શ્રધ્ધાંજલી હશે.

અન્ય સમાચારો પણ છે...