તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સેલવાસમાં તમામ મિલકત ધારકોને રાહત આપો

સેલવાસ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા સભ્ય સુમન પટેલ દ્વારા પ્રમુખને લેખિત રજુઆત કરવામાં આવી

સેલવાસ નગરપાલિકા દ્વારા સંપત્તિકરમા રાહત સંદર્ભે જાહેરનામુ બહાર પાડવામા આવ્યું હતું જેમાં વ્યવસાય સાથે જોડાયેલા બંધ સંપત્તિઓને જ 50% રાહત આપશે એવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ સેલવાસમાં અંદાજિત પાંત્રીસ હજાર સંપત્તિઓ નોંધાયેલી છે તેમાંથી કેટલાક લોકોને જ આનો લાભ મળી રહ્યો છે. જેમાં દરેક સંપત્તિકર ધારકોને આ લાભ આપવા માટે પાલિકા સભ્ય સુમનભાઈ પટેલે પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણને લેખિત રજુઆત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, પાલિકા વિસ્તારમાં અંદાજિત 35હજાર કુલ સંપત્તિ નોંધાયેલી છે. પરંતુ એમાથી ફક્ત કોરોના મહામારીમા જેઓનો ધંધો બંધ હતો એવા લોકોને જ આ લાભ મળશે જેના માટે અરજી કરવી પડશે.

લોકડાઉનમાં સ્થાનિક નિવાસી,ગરીબ ખેડુત અને મધ્યમ વર્ગીય લોકો પણ તકલીફમાં હતા. તો તેવા દરેકને પણ આ લાભ મળવો જોઈએ.આ નિર્ણયથી ફક્ત કેટલાક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ મળશે,સેલવાસ પાલિકામાં લોકો વર્ષોથી સંપત્તિ વેરો ભરી રહ્યા છે. એ તમામ સામાન્ય માણસોને કોઈપણ ફાયદો નથી થતો જોવા મળે છે.

લોકો એમ સમજે છે કે દરેકને લાભ મળશે પરંતુ ફક્ત ધંધાદારીઓનો 50%કર માફ કરવામાં આવશે અને એના માટે પણ તેઓએ અરજી કરી સાથે દરેક દસ્તાવેજો આપવા પડશે.જેઓની સંપત્તિ બંધ ન હતી તેઓને કોઈ જ ફાયદો થશે નહિ,પોતાનુંઘર,ફ્લેટ,રૂમ બનાવીને રહે છે અને તેઓની સંપત્તિ લોકડાઉનમાં બંધ નથી રહી તેઓને કોઈ જ લાભ મળશે નહિ.

અન્ય સમાચારો પણ છે...