તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લાંચ કેસમાં દાનહ માજી ના.કલેક્ટરને 3 વર્ષની જેલનો હુકમ યથાવત રખાયો

સેલવાસ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં ઘા નાખી હતી

દાનહના માજી નાયબ કલેકટર જેઓ વર્ષ 2004-5માં જમીન એનએ કરાવવા માટે દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ સીબીઆઇના હાથે ઝડપાયા હતા.આ નાયબ કલેક્ટરને ડીસ્ટ્રીકટ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી. જોકે આ હુકમ સામે નાયબ કલેક્ટરે સુપ્રીમ કોર્ટમાં ઘા નાખી હતી પણ સુપ્રિમ કોર્ટે ડિસ્ટ્રીક્ટ કોર્ટનો હુકમ માન્ય રાખતા નાયબ કલેકટર વિજય શર્મા સેલવાસ કોર્ટમાં જાતે હાજર થયા હતા.

પોલીસે તેઓને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ખાનવેલના રહેવાસી અલ્તાફ ખુટલીવાળાની જમીન એનએની પરવાનગી પુરી થઇ ગઈ હતી જેને ફરી રીન્યુ કરવા માટે ખુટલીવાળાએ અરજી કરી હતી જેના અનુસંધાને આરડીસી વિજય શર્માએ એનએ કરવા માટે દોઢ લાખની લાંચ માંગી હતી.ખુટલીવાળાની ફરિયાદના આધારે સીબીઆઈએ વોચ ગોઠવીને વિજય શર્માને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

જે અંગેના કેસમા સેલવાસ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરડીસી વિજય શર્માને આરોપી ઠેરવીને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.જેની સામે મુંબઈ કોર્ટમા અરજી કરી હતી.પરંતુ મુંબઈ કોર્ટે પણ સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટના હુકમને માન્ય રાખ્યો હતો.જેથી ફરીથી માજી આરડીસી વિજય શર્માએ સુપ્રિમ કોર્ટમા અરજી કરી હતી,સુપ્રીમ કોર્ટે પણ તેની વિરુદ્ધમાં ચુકાદો આપતા સેલવાસ કોર્ટમા હાજર થયા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...