તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સેલવાસના બિલ્ડર સામે છેતરપિંડીથી આદિવાસીની જમીન પચાવતા FIR

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોદો થયા બાદ રૂપિયા ન આપતા છેતરપિંડી અને એટ્રોસિટીનો ગુનો દાખલ

સેલવાસના એક બિલ્ડર સામે મસાટ ગામના રહેવાસીએ તેની જમીન વેચાણે લીધા બાદ પણ તેને રૂપિયા ન ચૂકવી અવારનવાર ધક્કો ખવડાવતા બિલ્ડર વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવાઇ છે. દાનહના સેલવાસ પાદરી ફળિયાના મસાટ ખાતે રહેતા ઉક્ક્ડભાઈ ચમારભાઈ પટેલ ઉ.વ.59એ સેલવાસના બિલ્ડર મિલન ખંડુ પટેલ વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતે ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.

એમની સેલવાસ આમલી બાલાજી મંદિર રોડ પર સર્વે નંબર 39/5વાળી 8 ગુંઠા જમીન આવેલ છે. વર્ષ 2014માં લવાછા ગામે રહેતા પ્રવીણભાઈ પટેલ એમની પાસે આવ્યા હતા અને આ જમીન માટે ગ્રાહક છે એમ વાત કરી હતી. ત્યાર બાદ ઉક્ક્ડભાઈ અને એમના નાના ભાઈ નેમલા પટેલને નરોલી રોડ ઉપર આવેલ જીગર શાહની ઓફિસ પર લઇ ગયા હતા. જ્યાં જીગર શાહે તેમની મુલાકાત મિલન ખંડુભાઇ પટેલ સાથે કરાવી હતી. વાતચીતમાં એમની આઠ ગુંઠા જમીનની કિંમત બાર લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

ત્યારબાદ મિલન ખંડુભાઇ પટેલે એડવાન્સ પેટે પચ્ચીસ પચ્ચીસ હજારના બે ચેક ફરિયાદીને આપ્યા હતા અને તેની રસીદ બનાવી બંને ભાઇની સહી લેવામા આવી હતી. ત્યારબાદ 20 ડિસેમ્બર 2014ના રોજ જીગર શાહે પચ્ચીસ હજાર અને દસ હજારના બે ચેકો આપ્યા હતા. બાદમા બીજા પૈસાની માંગણી માટે જીગર શાહ પાસે ગયેલ ત્યારે એમણે જણાવેલ કે મિલન પટેલે અમને અંધારામા રાખી જાણ બહાર ઉપરોક્ત જમીનનુ એગ્રીમેન્ટ પોતાના નામે કરી લીધેલ અને મે જે આપને ચેક આપેલા એના પૈસા પણ મને પરત આપતો નથી.

આ રીતે મિલને છેતરપિંડી કરેલ બાદમાં ઉક્ક્ડ ભાઈએ મિલન પાસે વારંવાર પૈસાની માંગણી કરેલ છતાં પણ પૈસા નહિ આપેલા અને આટા મરાવતો રહેલ અને અમારી વચ્ચે થયેલ વેચાણ કરાર પણ કેન્સલ કરાવતો નથી.હુ આદિવાસી જાતિનો હોય અને મિલનભાઈ ઉજળિયાત જાતિનો હોય જેઓએ મારી સાથે અત્યાચારને લીધે મારી જમીન બીજા કોઈને વેચી પણ શકતો અને ભોગવતો પણ કરી શકતો નથી જેના કારણે મિલન પટેલ વિરુદ્ધ એસસી એન્ડ ધ એસટી પ્રિવેન્સન ઓફ એટ્રોસિટી એક્ટ 1989 3(1)(8)મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ડીવાયએસપી એન.એલ.રોહિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મિલન પટેલે પોતાના પાર્ટનર સાથે પણ છેતરપિંડી કરી છે અને હંમેશા વિવાદમાં રહેતા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...