તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:બીમારીથી કંટાળીને સેલવાસ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત

સેલવાસ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સ્કોલિયોસિસથી શરીરમાં અસહ્ય દુખાવો થતો હતો

સંઘપ્રદેશ દાનહ સેલવાસની લાયન્સ સ્કૂલની પાછળ રહેતી અને એપીજે અબ્દુલ કલામ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષિય વિદ્યાર્થિનિએ સ્કોલિયોસિસ નામની બીમારીથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આપઘાત પહેલા તેણીએ લખેલી સ્યુસાઇડ નોટમાં આપઘાતનું કારણ જણાવ્યુ હતું. સેલવાસ લાયન્સ સ્કૂલની પાછળ આવેલ ચાલીમાં રહેતી લક્ષ્મી સિરસાત (22) ગત બુધવારે રાત્રે 9 વાગ્યાના સુમારે પોતાના ઘરના એક રૂમમાં એંગલ પર ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારના સભ્યોએ તરત નીચે ઉતારી સેલવાસ સિવિલમાં લઇ ગયા હતા જોકે એ પહેલા લક્ષ્મીનું મોત થઇ ચૂક્યું હતું.

લક્ષ્મીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી એમાં એણે પોતાને સ્કોલિયોસિસ નામની બીમારીથી પીડાતી હોય જેને લઈ અત્યંત દુઃખાવો થતો જેથી કંટાળીને જીવન ટૂંકાવી રહી છું એમ જણાવ્યું હતું .લક્ષ્મી સેલવાસ ખાતે આવેલી ડો. એપીજે અબ્દુલકામ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી હતી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે. ઘટનાને લઇ કોલેજ વર્તુળમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો