તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:દાનહની હોટલ-રિસોર્ટને પ્રોપર્ટી ટેક્ષમાં છૂટ આપો

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનહ કોંગ્રેસે કલેક્ટરને રજુઆત કરી

દાનહ કોંગ્રેસ કમિટી દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમા છુટ આપવા કલેક્ટરને રજુઆત કરી છે.

કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે, દાનહ અને દમણ દીવમાં કોરોનાકાળમાં હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ ઉદ્યોગો બંધ રહેવાથી મોટું આર્થિક નુક્સાન થયેલું છે. આ તમામને પ્રોપર્ટી ટેક્સ અને વીજળીના બિલના ફિક્સ ચાર્જમાં એક વર્ષની છૂટ આપવામાં આવે.હાલમાં ગુજરાત સરકારે કોરોનાની બીજી લહરના સમયમા લગાવવામાં આવેલા લોકડાઉનથી હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાનને જોતા સરકારે એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ અને વીજળી બીલને ફિક્સ ચાર્જમાં આર્થિક રાહત આપી છે. દાનહ, દમણ દીવમાં પણ મીની લોક ડાઉન લાગતા ભારે નુકસાન થયું છે. ત્રણે જીલ્લ પ્રવાસી ઉપર ડીપેન્ડ છે. લોક ડાઉન દરમ્યાન આર્થિક તંગીનો ભોગ બનેલા તેને ધ્યાનમા લઇ ગુજરાત રાજ્યની જેમ દાનહ અને દમણ દીવના હોટલ રેસ્ટોરન્ટ અને રિસોર્ટ ઉદ્યોગને પણ રાહત મળવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...