તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સેલવાસ પાલિકાના માજી સભ્યના પતિનું શંકાસ્પદ કોરોનાથી મોત, રીપોર્ટ નેગેટિવ

સેલવાસ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર

સેલવાસમાં પાલિકાના માજી સભ્યના પતિનું કોરોનમાં મોત થયું હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે. કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હોવા છતાં કોરોના મોતના આંકડા છુપાવવાનો પ્રયાસ આરોગ્ય વિભાગ કરી રહ્યું હોય એવું જણાય આવ્યું છે. કિલવણી નાકા ખાતે રહેતી પાલિકા માજી સભ્ય અરુણાબેન રાજેશ આગ્રિના પતિ રાજેશ આગ્રિ (51) બુધવારે બીમાર થતા એનું સીટી સ્કેન કરાવાયું હતું એ જોતા સિવિલના તબીબોએ કોરોના પોઝેટીવ હોવાનું પરિવારના સભ્યોને જણાવ્યું હતું. જેઓની સારવાર સેલવાસ સિવિલમાં ચાલી રહી હતી.

અચાનક શનિવારે રાજેશની તબિયત બગાડતા એનું સારવાર દરમ્યાન મોત થયું હતું. એમના કોઝઓફ ડેથમાં કોરોનાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી બીજી તરફ એમની બોડી એક બેગમાં પેક કરી આપવામાં આવી હતી. ઘરના સભ્યોને ફક્ત મુખ દર્શન કરવા મળ્યા હતાં.

સેલવાસ સિવિલમાં એવા અનેકો કોરોના પોઝેટીવ દર્દીઓના મોત થયા છે પણ એમના કોઝઓફડેથમાં નોન કોવીડ હોવાનું જણાવાયું છે બીજી તરફ સેલવાસમાં ચર્ચાએ જોર પકડ્યું છેકે આરોગ્ય વિભાગ કોવીડ ડેથના આંકડા છુપાવવાનો પ્રયાસ કરી રહયા છે ? જો આ વાત સાચી હોય તો મૃતકના પરિવાર સાથે બીજા અનેક લોકો સંક્રમણના શિકાર બની શકે એનું પણ ધ્યાન આરોગ્ય વિભાગેજ રખાનું હોય છે આજે જયારે રાજેશ આગરીને લઈ એમ્બ્યુલન્સ એમના ઘરે પહોંચતા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો