લોકસભાની પેટા ચૂંટણી:સેલવાસમાં છત્રપતિ શિવાજીની અશ્વારૂઢ પ્રતિમાની સ્થાપના કરાશે : C.R. પાટીલ

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનહમાં સ્થાયી થયેલા મરાઠી મતદારોને રીઝવવા જાહેર સભાને સંબોધિત કરી

છત્રપતિ શિવરાયના આદર્શોને પોતાની આંખો ઉપર લઇને ચાલનારા પીએમ નરેન્દ્ર મોદી છે. ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતનો વિજય થયા બાદ સેલવાસમાં શિવાજીની અશ્વારૂઢ પ્રતિમા સન્માન અને અભિમાન સાથે પ્રસ્થાપિત કરાશે એવું નિવેદન મંગળવારે દાનહ લોકસભા ચૂંટણી પ્રચાર માટે સેલવાસ પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.અાર. પાટીલે ઉચ્ચાર્યા હતા.

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 30મી ઓક્ટોબરના રોજ થઇ રહી છે ત્યારે મંગળવારે પ્રદેશમાં સ્થાઇ થયેલા મરાઠી સમાજને રીઝવવા માટે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, શિવાજી મહારાજ જયંતિના દિવસે કાળા ઝંડા ફરકાવનાર પરિવાર પણ આજ છે. છત્રપતિ શિવાજી ચોકના નામકરણમાં પણ વિઘ્ન ઊભા કરાયા હતા. પાટીલે વધુમાં કહ્યું કે, સેલવાસ વિસ્તારમાં પહેલા ડર અને ગુંદાગર્દી માટે જાણીતું હતું. એક જ પરિવારે આ પ્રદેશને પોતાની જાગિર સમજી હતી. જોકે, સાંસદ નટુભાઇ પટેલ ચૂંટાયા બાદ ચિત્ર બદલાયું છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને દાનહ અને દમણ દીવના પ્રભારી વિજ્યા રહાટકર, ભાજપ ઉમેદવાર મહેશ ગાવિત, ગણપત વસાવા, પિયુશ દેસાઇ, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, માજી સાંસદ નટુભાઇ પટેલ, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ફતેહસિંહ ચૌહાણ, દિગ્વિજયસિંહ પરમાર, ઉદય સોનવણે, સુનિલ મહાજન, પ્રશાંત પાટીલ, ગોવિદ પાટીલ, આનંદ સાવરે, ડો. નીતિન રાજપૂત, ડો. સીસી પાટીલ, દિપક કદમ, શત્રુઘન પાટીલ, નંદુ શેવાલે, સુદર્શન કાબલે સહિત અનેક મરાઠી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ડો. નરેન્દ્ર દેવરેએ સભાનું સંચાલન કર્યુ હતું.

એક તરફ આતંકવાદનું ડબલ ઇન્જન, બીજી તરફ વિકાસ
શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રની બહાર માત્ર એક જ જનસભા 1999માં સેલવાસમાં સંબોધી હતી. ત્યારે તેમણે એક પરિવારના આંતકને ઉખેડી ફેંકવા આહ્વાન કર્યુ હતું. એક તરફ આતંકવાદનું ડબલ ઇન્જન છે તો બીજી તરફ વિકાસ. પ્રદેશમાંથી માફિયાગીરી હવે ખતમ થશે.
> વિજયા રહાટકર, ભાજપ રાષ્ટ્રીય સચિ અને પ્રદેશ પ્રભારી

અન્ય સમાચારો પણ છે...