સુવિધા:દાનહ સેલ્ટીમાં 20 એકર જમીનમાં 40 કરોડના ખર્ચે એકલવ્ય રેસિડેન્શિયલ વિદ્યાલય બનશે

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિએ પીએમ મોદીએ વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો

દાનહ અને દમણ દિવને મોદી સરકાર દ્વારા બે વર્ષ પહેલાં એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ નવોદય વિદ્યાલયની તર્જ પર આદિવાસી સમાજના યુવકો અને યુવતીઓ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, ભારત સરકાર 50 ટકા કરતાં વધુ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલની સ્થાપના કર્યો છે. જેમાં દાનહનું નામ પણ સામેલ હોય દાનહ શિક્ષણ વિભાગે આ વર્ષથી એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ એકેડેમિક સ્ટેશન પણ શરૂ કર્યુ છે

અને આ શાળાના નિર્માણ માટે ભગવાન બિરસા પર મુંડાના જન્મદિવસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલથી બપોરે સેલ્ટી ગામમાં 20 એકર જમીનમાં બનેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો. કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા સાંસદ કલાબેન ડેલકર, પ્રશાસકના સલાહકાર અનિલકુમાર સિંહ, શિક્ષણ સચિવ પૂજા જૈન, પંચાયત પ્રમુખ નિશા ભાવર, કલેક્ટર રાકેશ મિન્હાસ અને પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ડીઆઇજીપી ડો. વિક્રમ સિંહ, એસપી હરેશ્વર સ્વામી, પાલિકાના ઉપાધ્યક્ષ અજય દેસાઈ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના બાળકોએ નૃત્ય રજુ કર્યું હતું. આ શાળા સંપૂર્ણપણે અદ્યતન શિક્ષણ પ્રણાલી પર આધારિત હશે અને શાળામાં ભણતા બાળકોને આધુનિક સુવિધાઓ અપાશે, જ્યાં તમામ પ્રકારની રમતગમતને લગતા પોર્ટ બનાવવામાં આવશે, 6થી 12 સુધીના તમામ વર્ગો સ્માર્ટ ક્લાસ હશે અને એક અંગ્રેજી માધ્યમની શાળા હશે.

છોકરીઓ માટે અલગ હોસ્ટેલ હશે.દાનહ એકલવ્ય વિદ્યાલયમાં કુલ 480 બેઠકો નિર્ધારિત કરી છે. જે ધોરણ 6થી ધોરણ 12 સુધીની રહેશે. એકલવ્ય મોડેલ સ્કૂલ આ વર્ષથી કામચલાઉ ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમા 140 બાળકો ધોરણ 6 અને ધોરણ 7 માટે પસંદ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...