તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દમણમાં ફરી કોરોનાનું ગ્રહણ, એક કેસ પોઝિટિવ

સેલવાસ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાનહમાં પણ એક કેસ સાથે કુલ 5 એકિટવ

સંઘપ્રદેશ દમણમાં લાંબા સમયના વિરામ બાદ શુક્રવારે કોરોના પોઝિટીવનો એક કેસ નોંધાયો છે. દમણના ડાભેલ સ્થિત ઘેલવાડ વિસ્તારમાં એક વ્યક્તિ કોરોના પોઝિટીવ આવતા આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. 10થી 12 દિવસ સુધી દમણમાં એક પણ કેસ ન નોંધાતા દમણ કોરોના મુક્ત થયું હોવાનો આનંદ પ્રશાસન અને આરોગ્ય વિભાગ લઇ રહ્યું હતું પરંતુ શુક્રવારે દમણમાં ફરીવાર કોરોનાનું ગ્રહણ લાગ્યું હતુ. જોકે હાલ આ એક કેસ જ એક્ટિવ છે પણ તકેદારી ન લેવાય તો કેસ વધે તેવી સંભાવના દેખાય છે.

બીજી તરફ દાનહમાં શુક્રવારે કોરોનાનો નવો 1 કેસ નોંધાયો હતો. જે સાથે હાલ પ્રદેશમાં 5 કેસ સક્રિય છે. અત્યાર સુધીમાં 5900 દર્દી રીકવર થઇ ચુક્યા છે તો પ્રશાસનના દાવા પ્રમાણે કોરોનાથી માત્ર 3 વ્યક્તિનું મોત થયું છે. પ્રદેશમાં શુક્રવારે RTPCRના 239 નમૂના લેવાયા હતા જેમાંથી 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવિશીલ્ડ વેક્સીન આજે 2635 લોકોને આપી હતી. અત્યાર સુધીમાં પ્રદેશમાં પ્રથમ ડોઝ 365498અને બીજો ડોઝ 68172 વ્યક્તિઓને અપાયો છે. કુલ 433670 લોકોનું વેક્સિનેશન થઇ ચુક્યું છે.

અન્ય સમાચારો પણ છે...