દાનહના દાદરા ગામની એક કંપની પાસે થોડા દિવસ પહેલા ડુંગરાના એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ઘટનામાં પોલીસે સીસી ટીવી ફૂટેજ આધારે હત્યાનો ભોગ બનનાર ડુંગરાના પાડોશી મૂળ બિહારી યુવકની સેલવાસની એક કંપનીમાંથી ધરપકડ કરી છે.
દાદરા નગર હવેલીના દાદરા ગામે એક કંપનીની દીવાલની નજીક એક અજાણ્યા યુવાનની લાશ ડીકમ્પોઝ હાલતમાં જોવા મળી હતી. જેની તપાસ બાદ એ ડુંગરા વાપીનો રહેવાસી હોવાનુ બહાર આવ્યું હતુ.સેલવાસ પોલીસ સ્ટેશનમાં આ બાબતે અનિલકુમાર ઉર્ફે પપ્પુ અયોધ્યાપ્રસાદ અવસ્થીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એણે જણાવેલું કે, એનો ભાઈ રાજન ઉર્ફે મુકેશની અજાણ્યા ઇસમે થામાં પથ્થર મારી હત્યા કરી છે અને એનો મોબાઈલ પણ છીંનવી લઇ ગયેલો છે. પોલીસે આઇપીસી 302,397મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ઘટનાની ગંભીરતા જોતા એસપીના માર્ગદર્શનમાં એક ટીમ બનાવી આરોપીને પકડવા માટે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કરવા સાથે ટેકનિકલ ટીમને પણ સક્રિય કરી હતી. સીસીટીવી ફુટેજમાં મૃતકની લાશ જે દિવસે મળેલી એના એક દિવસ પહેલા એક અજાણ્યો વ્યક્તિ તેની સાથે જોવા મળ્યો હતો. જે વ્યક્તિની તપાસ કરતા આરોપી તેનો પાડોશી રાજુ પુત્ર ચંદ્રિકા ચોરાસીયા ઉ.વ.32રહેવાસી પીરમોર,મા ભગવતી સ્કુલ ડુંગરા મૂળ રહેવાસી બિહાર જેને દાદરાની એક કંપનીમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક પુછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, બંને દારૂ પીવા બેઠા હતા ને કોઇ વાતે ઝઘડો થતા નશાની હાલતમાં ઉશ્કેરાઇ જઇ માથામાં પથ્થર મારી હત્યા કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 9મે સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.