તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમી વેસ્ટ:દાનહના કરાડની ખનકીમાંથી એક્ષ્પાયરી ડેટની દવાઓનો મોટો જથ્થો મળી આવતા દોડધામ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ મેડિકલ સ્ટોર વાળાએ દવા ફેંકી હોવાની સંભાવના, કોરોનાના કેસો વચ્ચે જોખમી વેસ્ટ ઠલવાયો

મધુબન કરાડ ખાતે એક્ષપાયરી ડેટની દવાનો મોટો જથ્થો ખનકીમાં મળ્યો છે કોઈ મેડિકલ સ્ટોર વાળાએ આ દવાનો જથ્થો ફેંકી દીધો હોવાની સંભાવના લોકો લગાવી રહ્યા છે. દાનહં મધુબન ડેમ વીઆઈપી ગેસ્ટહાઉસ તરફ જતા રસ્તા પર આવેલી ખનકીમાં એક્ષ્પાયરી ડેટ વળી દવાનો મોટો જથ્થો જોતા કેટલાક યુવકોએ આરોગ્ય વિભાગ અને વન વિભાગનો સંપર્ક કર્યો હતો કરાડના આ વિસ્તારમાં અનેક વન્ય જીવો રહે છે તેમજ જૂની દવાઓ ખનકીમાં નાખી હોવાથી ત્યાંનું પાણીં પ્રદૂષિત થવાની સંભાવના છે.

બનાવ અંગે દિવ્ય ભાસ્કરે અધિકારીને પુછતા તેણે જણાવ્યું હતું જોકે આ દવાનો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયું છે એની હજુ જાણકારી મળી નથી. દવાઓ સાથે અનેક કોસ્મેટિક સામન હેર કલર તેમજ બીજા અન્ય વસ્તુઓ પડેલી જોવા મળી હતી. જે આસપાસના વિસ્તારના પાણીને પ્રદૂષિત કરી શકે છે.

જોકે આ દવા કોને અહીં નાખી છે એ તપાસનો વિષય છે. સ્થાનિકો દ્વારા આ પ્રમાણે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર પર કડક કાર્યવાહીની માગ કરી છે. કેટલાક મેડિક સ્ટોરના માલિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મેડિસિન બનાવતી કંપનીઓને એક્ષ્પાયરી ડેટના 120 દિવસમાં દવા પરત કરવાની હતી. છતાં આ પ્રમાણે દવાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ખનકીમાં નાખવી એ જીવલેણ સાબિત થઇ શકે છે.

જાણકારી બાદ પ્રશાસને સેમ્પલો લઈ તપાસ કરી
અજાણ્યા વક્તિઓ દવાનો જથ્થો ફેંક્યો હોવાની જાણકારી મળતા સ્થાનિક પ્રસાશન હરકતમાં આવ્યું હતું વન વિભાગના અધિકારી સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે તાતકાલી ધોરણે આ દવાઓ અહીંથી દૂર કરશે અહીં અનેક વન્ય જીવો છે ઘટનાની જાણ આરોગ્ય વિભાગને થતા તેઓએ અધિકારીને મોકલી દવાઓના સેમ્પલ લેવડાવ્યા હતા. તપાસ બાદ જવાબદારો સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...