કામગીરી:સેલવાસમાં લોકઅદાલતમાં 360 પૈકી 38 કેસનો નિકાલ

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમા બેંક રિકવરીને લગતા 175 કેસ સુનાવણી માટે રાખવામા આવ્યા હતા. જેમાંથી 12 કેસનો નિકાલ કરાયો હતો. સેટલમેન્ટમાં 3, 55, 546 રૂપિયા રીકવર કરાયા હતા. ક્રિમિનલના 33 કેસો હતા જેમાંથી 05 કેસનો નિકાલ થયો હતો.

ચેક બાઉન્સ કેસમાં અંડર સેક્શન 138ના કેસમા 77 કેસમાંથી 13 કેસના નિકાલ કરાયો. જેમા 1,46,02,739 રૂપિયા રિકવર કરાયા હતા. મોટર વાહન દુર્ઘટનાના 3 કેસમાંથી 02 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમા 5.90 લાખ રૂપિયા રીકવર કરવામાં આવ્યા છે. લોકઅદાલતમા કુલ 360 કેસોમાંથી 38 કેસોનો સુખદ નિકાલ થયો હતો. જેમ સેટલમેન્ટમા 1, 74, 78, 812 રૂપિયાનુ રિકવર કરાયા હતા.

લોક અદાલતમાં ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી અને પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ સેશન જજ વાય.એસ.પેથનકર અને બાર એસોસિયેશનના સભ્યો સહિત અન્ય બેંકના પ્રતિનિધિઓ,અરજદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...