કાયદેસરની કાર્યવાહી:દાનહના સાયલી, વાસોણા, પાટી, ચિચપાડા ગામના 7 ગેરકાયદે ઢાબાનું ડિમોલિશન થયું

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાનહ પ્રશાસન દ્વારા જેસીબીથી ઢાબા તોડવાની થઇ રહેલી કામગીરી - Divya Bhaskar
દાનહ પ્રશાસન દ્વારા જેસીબીથી ઢાબા તોડવાની થઇ રહેલી કામગીરી
  • એક માસથી દાનહ પ્રશાસન દ્વારા સરકારી જમીનના દબાણો દૂર કરી રહી છે

દાનહ મહેસુલી વિભાગે સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન ચાલુજ રાખ્યું છે.સોમવારે પ્રશાસનના આ વિભાગે વિવિધ પટેલાદમાં 7 ઢાબાના દબાણો દૂર કર્યા હતા. દાનહ કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને દુર કરવાની કામગીરી 4 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી.

જે હાલમાં પણ ચાલી રહી છે સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા સાયલી ગામમા સરકારી જમીન પર ત્રણ દુકાનો અને એક ઘર અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા,પાટી અને ચીંચપાડા ગામમા 7 ઢાબા ગેરકાયદેસર બનેલા હતા જેનું ડિમોલિશન કરવામા આવ્યુ હતું. પ્રશાસને કોઈએ પણ સરકારી જમીન અને સરકારી કોતર કે નહેર પર ગેરકાયદે અતિક્રમણ કર્યું હોય તેઓ જાતે જ હટાવે નહીં તો પ્રશાસન તેને દુર કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...