તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત કફોડી:દાનહ વેપારી એસોસિયેશનની હાટ બજાર ચાલું કરાવવા માગ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર માસથી બંધ રહેતા હાલત કફોડી

દાનહ વેપારી એસોસિયેશન દ્વારા પ્રદેશમાં વિવિધ વિસ્તારમાં ચાલતા સાપ્તાહિક હાટબજાર ચાલું કરાવવા અથવા એમને રાહત આપવા માટે કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.

વેપારી એસોસિયેશનને જણાવ્યું કે, કોરોના મહામારીના વિકટ સમયમાં ચાર મહિનાથી સાપ્તાહિક હાટબજાર બંધ કરાવ્યાં હતાં. જેમાંતમામ નાના વેપારીઓ છે. તેઓની રોજીરોટીનો એકમાત્ર સહારો આ હાટબજાર છે.એમની આર્થિક હાલત આ સમયે વિકટ બની છે. વ્યવસાય કરનારની રોજીરોટી ચાલી શકે એવી વ્યવસ્થા પ્રશાસન કરાવે, એમને કોઈ જગ્યા ઉપલબ્ધ કરાવી એમને હાટબજાર શરૂ કરાવવાનો આદેશ આપે અથવા તો પરિવારને ભરણપોષણ માટે પ્રસાશન દ્વારા સહાય જાહેર કરવામાં આવે. વેપારી એસો સિયેશનના પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે રીતે પ્રશાસને સમય પર ઉચિત પગલા લઇ આ પ્રદેશને કોરોનાથી રાહત અપાવી એવી જ રીતે નાના વ્યવસાયીઓને રાહત અપાવે એવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...