તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાયલીની કંપનીમાં સ્લીપ થતા ટેન્કર ડ્રાઇવરનું મોત

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આલોકમાં ડિલીવરી કરવા આવ્યો હતો

સાયલી સ્થિત આલોક કંપનીમાં માલની ડિલીવરી કરવા આવેલા ટેન્કરના ચાલકનું મોત થયું હતું. પાવડરની સફાઇ કરવા જતા પડી જવાથી મોત નિપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.

દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝના સીપી પ્લાન્ટમા એક ઘટનામા ટેન્કર ડ્રાઈવરનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ.વિનોદ યાદવ ઉ.વ.37મૂળ રહેવાસી બિહાર જે ડ્રાઈવર તરીકે સુરત સ્થિત દશમેશ ટ્રાન્સપોર્ટમા ફરજ બજાવે છે જે અહી આલોક કંપનીમા પ્લાસ્ટીકના દાણા બનાવવામા આવતો પીટીએ પાવડર ભરેલ ટેન્કર લઈને આવ્યો હતો અને તે ખાલી કરી રહ્યા હતા તે સમયે બીજા ટેન્કરમા જયારે પુરો પાવડર નીકળી ના રહ્યો હતો જેથી લાકડી વડે ડ્રાઈવર વિનોદે પાવડર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે અચાનક પગ લપસી જતા ટેન્કરની અંદર જ પટકાયો હતો પાવડરના કારણે એનો અંદર જ શ્વાસ રુંધાઈ ગયો હતો જેના કારણે એનુ મોત થયુ હતુ.ઘટનાની જાણ થતા કંપની સંચાલકો દ્વારા પોલીસને બોલાવી હતી પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પીટલમા લઇ જવામા આવી હતી સાયલી પોલીસે આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...