તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 આરોપીની ધરપકડ:આખરે દાનહ પોલીસે ત્રીજા દિવસે ફાર્મ હાઉસના જુગારી નામો જાહેર કર્યા

સેલવાસ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફરિયાદમાં પોલીસે માત્ર 1.09 લાખ રોકડા કબજે લીધાનું જણાવતા ચર્ચાનો વિષય, મોંઘીદાટ કારોની પણ ચર્ચા

દાનહ પોલીસે મળેલી બાતમીના આધારે રવિવારે સાંજે સીલી ગામે એક ફાર્મ હાઉસમાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગારના અડ્ડા ઉપર રેઇડ કરી હતી. જોકે, સોમવારે મોડી રાત સુધી કોઇક કારણોસર પોલીસ આખા કેસને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. મંગળવારે દાનહ પોલીસે આખરે આરોપીના નામો જાહેર કર્યા છે અને જેમાં 8 ઇસમોની ધરપકડ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

દાનહ સ્થિત સીલીગામે અજય ભંડારીના ફાર્મ હાઉસ પર જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો. જ્યા એસપી હરેશ્વર સ્વામીના માર્ગદર્શન મુજબ સ્પેશીયલ ટીમના પીએસઆઇ પ્રદીપ રાજગરની ટીમે રવિવારે સાંજે સ્થળ પર રેડ પાડી હતી. જ્યા 8 ઇસમો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા. રવિવારે સાંજે 6 કલાકની આસપાસ પોલીસે કાર્યવાહી કરીને એફઆઇઆર નોંધી હતી. જોકે, મીડિયાએ જ્યારે આ અંગે પોલીસ પાસે માહિતી માગી તો પોલીસ અધિકારીએ એકબીજા ઉપર ખો આપીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

સેલવાસ પોલીસની માહિતી છૂપાવવાના મુદ્દે મીડિયામાં અખબાર પ્રસિધ્ધ થતાં આખરે મંગળવારે પ્રેસનોટ બહાર પાડીને આરોપીના નામોની માહિતી આપી છે. પોલીસે આરોપીઓ પાસેથી પાનાંની કેટ સાથે રોકડા 1,09,040 રૂપિયા રીકવર કર્યા છે. સેલવાસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જુગાર રમતાં ઝડપી પાડેલા આરોપી

  • રાજેન્દ્રસિંગ શ્યામસુંદરસિંગ નેગી ઉવ40 રહે. સેલવાસ
  • અફઝલ સત્તારભાઈ ચોપડા ઉ.વ.40 રહે. ડોકમરડી, સેલવાસ
  • અજય અમૃતભાઈ ભંડારી ઉ.વ.45 રહે. કીલવણી નાકા, સેલવાસ
  • શ્રીજેશ કુચુમન ઈરવા ઉવ 40 રહે. સેલવાસ
  • આશિષ કિશોરભાઈ શેઠ ઉવ47 રહે. સેલવાસ
  • રાજેન્દ્ર ભાલચંદ્ર પારેખ ઉવ41 રહે. સેલવાસ
  • ઇમરાન જમાલભાઈ ડાયતાર ઉ.વ.37 રહેવાસી સેલવાસ
  • શબ્બીર ઈબ્રાહીમ અગવાન ઉ.વ.39 રહે.સેલવાસ આ બધા આરોપીઓ પાસેથી પાનાની કેટ સાથે રોકડા 1,09,040રૂપિયા રીકવર કરવામા આવ્યા છે. સેલવાસ પોલીસ સ્ટેશનમા અંડર સેક્સન 4,5અને 7બોમ્બે પ્રિવેંશન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી પાસે મોબાઇલ કે વાહન હતું જ નહિ !
ફરિયાદમાં માત્ર રોકડા રૂપિયા કબજે લીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે મોટા ઘરના આ નબીરાઓ પાસે એક પણ મોબાઇલ કે વાહન કબજે લેવાયું ન હતું.જે હાલ સેલવાસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાખો રૂપિયા લઇને આવેલા જુગારિયા ફાર્મ હાઉસ સુધી કેવી રીતે પહોંચ્યા હતા એ પણ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...