તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:દાનહનાં અધિકારીઓ દ્વારા કનડગત મુદ્દે તપાસનો આદેશ, લોકસભામાં સાંસદ ડેલકરની ફરિયાદને પગલે તપાસ સોંપાઈ

સેલવાસ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાનહ સાંસદ મોહન ડેલકર દ્વારા અધિકારીઓ વિરુદ્ધ અપમાનિત તથા હેરાન કરવાની ફરિયાદને લોકસભા સ્પીકરે ન્યાયસંગત સમજી લોકસભાની વિશેષાધિકાર સમિતિને તપાસનો આદેશ કર્યો છે. દાનહમાં ગત 2જી ઓગસ્ટ2020ના મુક્તિ દિવસની ઉજવણી પ્રસંગે ફક્ત કલેકટરે જ પ્રદેશની જનતાને સંબોધન કર્યું હતુ અને સાંસદને પ્રવચનથી વંચિત રાખી જાહેરમાં અપમાનિત કર્યા હતા.જે સંદર્ભે સાંસદ મોહન ડેલકર દ્વારા અધિકારીઓ વિરુદ્ધ અપમાનિત તથા હેરાન કરવાની ફરિયાદ લોકસભાના સ્પીકરને કરી હતી.

લોકસભા સ્પીકરે આ ફરિયાદને ન્યાયસંગત સમજી લોકસભાની વિશેષાધિકાર સમિતિને તપાસનો આદેશ કર્યો છે.2જી ઓગસ્ટના મુક્તિ દિવસની ઉજવણી પ્રસંગે સાંસદને પ્રવચનથી વંચિત રાખી જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા.જેને ગંભીર વિષય ગણવામાં આવ્યો છે.સાંસદની ફરિયાદ બાદ ત્રણ મહિના સુધી તપાસ ચાલી હતી જેમાં બન્ને પક્ષના જવાબ તલબ કરવામાં આવ્યા હતા.સંપુર્ણ તપાસ અને અભ્યાસ બાદ સાંસદની ફરિયાદમા તથ્ય હોવાનુ જણાતા સ્પીકર દ્વારા સ્વીકારવામાં આવી છે.કમિટીના રિપોર્ટના આધારે સાંસદના વિશેષાધિકાર હનન કરનારને દંડિત કરવામાં આવે છે

જેમા જેલની સજાનુ પ્રાવધાન છે.ભારતની લોકશાહી પ્રણાલીમા સાંસદોનુ પદ બેહદ મહત્વનું અને સંવૈધાનિક હોય છે.તેવા સમયે આવી ગંભીરતાને સમજીને અધિકારીઓએ પોતાની ફરજ બજાવી પડતી હોય છે.ભારતના બંધારણમા સાંસદોને વ્યક્તિગત રીતે કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો