તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દાનહ સાંસદ મુદ્દે ઉશ્કેરણીજનક પોસ્ટ કરતા કાર્યવાહીની માગ

સેલવાસએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આદિવાસી વિકાસ સંગઠને SPને આવેદન આપ્યું

દાનહમાં સોશિયલ મિડિયા દ્વારા જનભાવનાને ઠેસ પહોંચાડી લોકોને ઉશ્કેરનારા અને હિંસક માહોલ બનાવનારા સામે કાર્યવાહીની માગ કરાઇ છે. દાનહ સાંસદના આપઘાત બાદ દોઢ મહિનાથી શાંતિપૂર્ણ આંદોલન દ્વારા ન્યાયની માગ કરાઇ રહી છે. પ્રશાસન અને ભારત સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી. જેથી જનતાનું ધૈર્ય તુટી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં બે દિવસ પહેલા સુધીર રમણ પાઠક,પૃથ્વી પ્રજાપતિ અને દેવજી શીંગડાએ વ્હોટ્સએપ/ફેસબુકના વિવિધ ગ્રુપોમાં સ્વ.મોહન ડેલકર માટે વિવાદિત અને ખોટી પોસ્ટ નાંખી લોકોને ઉશ્કેરવાનું કૃત્ય કર્યું છે જેને ગંભીરતાથી લઇ આવી વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જો આવી વ્યકિતઓને રોકવામાં નહિ આવશે તો દાનહમાં આવનાર દિવસોમાં કાયદો વ્યવસ્થા બગડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. વધુમાં સીંદોની પટેલાદના જિ.પં.સભ્ય અને ખાનવેલના સરપંચને ખાનવેલ પોલીસ સ્ટેશનમાં આઠ કલાક સુધી બેસાડી રાખવામાં આવેલા અને કોઈ જ કામ ન જણાવેલું. આવુ ફરી ન થાય અને એક જનતાના પ્રતિનિધિ સાથે ભવિષ્યમાં કયો ગુનો છે એની જાણ કરીને પછી જ બોલાવવામાં આવે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો