તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દાનહ જિલ્લા પંચાયત પેન્શનમાં 500થી 1 હજાર વધારો કર્યો

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ 2021 અને મે 2021ના બે માસની રકમ જમા કરાવી

દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રદેશના વૃધ્ધા પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શનની માસિક રકમમાં વર્ષ 2011માં ત્રણે પ્રકારના પેન્શન માસિક રૂપિયા એક હજાર આપવામાં આવતા હતા તે રકમમા 1એપ્રીલ 2021થી વૃધ્ધા પેન્શનમાં 60 વર્ષથી 69 વર્ષના લાભાર્થીઓને એક હજાર રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કર્યા છે.

અને 70વર્ષથી વધુ ઉમરના લાભાર્થીઓને એક હજાર રૂપિયાથી વધારીને બે હજાર કર્યા છે.અને વિધવા માટેની વયમર્યાદા 40વર્ષથી ઘટાડીને 18વર્ષ કરવામાં આવી છે તેજ પ્રમાણે દિવ્યાંગ લાભાર્થીઓ માટે 18વર્ષ કરવામાં આવી છે. આ સુધારેલ રકમ એપ્રિલ 2021 અને મે 2021ના બે માસની પેન્શનની રકમ અંદાજે રૂપિયા ચાર કરોડ જે તે પેન્શનરના બેંક ખાતામાં જિલ્લા પંચાયત તરફથી જમાં કરવામાં આવેલી છે.

આ પેન્શનની સંપુર્ણ રકમ સંઘ પ્રસાશનના બજેટમાથી આપવામા આવે છે.જેથી તમામ પેન્શનમેળવતા પેન્શનરોને પોતાના બેન્ક ખાતામા આ રકમ જમા થયાની ખાતરી કરી લેવા અને જો કોઈ પ્રશ્ન હોય તો જીલ્લા પંચાયતનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવે છે.

સેલવાસમાં વૃધ્ધો,વિધવા અને દિવ્યાંગો છેલ્લા ત્રણ માસથી પેન્શનથી વંચિત
સેલવાસ પાલિકા વિસ્તારમાં વૃધ્ધા પેન્શન,વિધવા પેન્શન,દિવ્યાંગ પેન્શન એવા અંદાજીત 1800 પેન્શનધારકો જેઓને માર્ચ સુધી દાનહ જિલ્લા પંચાયત દ્વારા પેન્શન અપાતું હતું પરંતુ પંચાયત દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, લાભાર્થીઓ જેઓ નગરપાલિકા વિસ્તારના નિવાસી છે તેઓને એપ્રિલ મહિનાથી સેલવાસ પાલિકા જ પેન્શન આપશે તેવું નક્કી થયું હતું.

પરંતુ જે નવા પેન્શનધારક છે એ તમામ લોકોનાં 2019 થી કોરોનાના કારણે પેન્શનનું કાર્ય બાકી છે અને જે જુના પેન્શનના લાભાર્થી છે તેઓનું પેન્શન એપ્રિલ,મે અને જુન ત્રણ મહિનાથી પાલિકા દ્વારા લાભાર્થીઓના ખાતામા જમાં કરાયા છે. જેઓનો ગુજારો ફક્તને ફક્ત પેન્શનથી થાય છે એવા કેટલાક લોકો પેન્શનની રાહ જોઈ રહ્યા છે. આ તમામ પેન્શનધારકો જે નવા છે તેઓને જલદી પેન્શનનો લાભ મળે અને જે જુના પેન્શન ધારક છે તેઓને ત્રણ મહિનાનો પેન્શન વધારો આપાવમાં આવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...