તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરંગી ગામે ફરસાણની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ, સંચાલક ઘવાયો, સવારે 6 કલાકે ધડાકામાં દુકાનનો સામાન હવામાં ફંગોળાયો

સેલવાસ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘટના સ્થળેથી 2 કિ.મી સુધી ધડાકાનો અવાજ સંભળાયો

દાનહના સુરંગી ત્રણ રસ્તા નજીક નિલેશ દેવુ મિશાલના મકાનમા માઁ ચામુંડા હોટલ અને સ્વીટ નામની દુકાન આવેલી છે.જેમાં વહેલી સવારે 6 કલાકે દુકાનના સંચાલક દેરારામ હાલ રહેવાસી સુરંગી,મૂળ રહેવાસી રાજસ્થાન જેઓ દુકાન ખોલ્યા બાદ ગેસ ચાલુ કરવા ગયા તો અચાનક તેમાં આગ પકડી લીધી હતી.જેના કારણે દેરારામ હાથમાં અને શરીરે દાઝી ગયો હતો.

ગેસના પાઈપમાં આગ લાગવાને કારણે જોત જોતામાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેનાંથી દુકાનનો સામાન પતરા તુટીને હવામાં ફંગોળાયા હતા ને ફુરચેફુરચા થઇ ગયા હતા.આ બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે ગામથી બે કિલોમીટર દુર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ધડાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને ઘાયલ થયેલા દેરારામને 108એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો.ઘટનામાં સિલિન્ડર લીકેજ કારણ ભૂત હતું.

એક સપ્તાહમાં બ્લાસ્ટનો બીજો બનાવ
એક અઠવાડિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો આ બીજો કિસ્સો બન્યો છે.સેલવાસના ઉલ્ટન ફળિયા ખાતે સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર કાચા ઘરો બળીને રાખ થઇ ગયા હતા.અને ફરી આજે સુરંગી ગામે દૂકાનમાં સિલિન્ડર લીકેજના કારણે જ આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો