તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનું પાલન:આજથી દાનહની અબ્દુલ કલામ કોલેજમાં અભ્યાસક્રમ શરૂ થશે, વાલીનીઓની સહમતી સાથે નિયમોનું પાલન ફરજીયાત

સેલવાસ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાનહમાં હાલ કોવીડ-19 ના કેસોનું પ્રમાણ ચિંતાજનક ન હોય સ્થાનિક પ્રશાસને સેલવાસ ડોકમરડી ખાતે આવેલી ડો.એપીજે અબ્દુલ કલામ કોલેજમાં બીકોમ,બીએ તેમજ બીએસસીના પ્રથમ વર્ષના કલાસ સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોલેજ સંચાલકોએ જણાવ્યુંં કે કોલેજ શરૂ કરવા અગાઉ તમામ વિદ્યર્થિઓના વાલીઓની સહમતી લેવાઇ છે.જે સાથે 82 ટીચિંગ, નોન ટીચિંગ અને હાઉસ કીપિંગ કોલેજ સ્ટાફના કોવીડ-19 ટેસ્ટ કરાયા છે અને દરેક ક્લાસમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસી શકે, કોલેજ લોબીમાં વિદ્યાર્થિઓને ફરવા તેમજ એકત્રિત થવા પર પ્રતિબંધ છે.

દરેક માટે માસ્ક, હાથ સૅનેટાઇઝ, સામાજિક દુરી જેવા નિયમો કડક પણે લાગુ કરાયા છે. હાલ બીકોમ પ્રથમ વર્ષમાં 300, બીએ માં 120 અને બીએસસીમાં 130 વિદ્યાર્થીઓ છે. કોલેજમાં દાખલ થનારા તમામ વિદ્યાર્થીઓનું સ્કિનિંગ કરાશે કોલેજમાં બીકોમના કલાસ સવારે 8 શરૂ થશે જે મોર્નિંગ અને ઇવનિંગ એમ બે બેચમાં લેવાશે એજ પ્રમાણે બીએના કલાસ ચાલશે બીએસસીના કલાસ સવારે 10 થી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો