તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાનહમાં કોરોનાએ પોરો ખાધો, દમણમાં માત્ર એક કેસ

સેલવાસ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાનહમાં કોરોનાના સોમવારે એક પણ કેસ ન નોંધાતા પોરો ખાધો હતો. પ્રદેશમાં હાલમાં 39 કેસ સક્રિય છે.અત્યાર સુધીમાં 5751 કેસ રીકવર થઇ ચુક્યા છે અને પ્રશાસનના ચોપડે માત્ર 3 વ્યક્તિનું મોત થયેલું છે.આજે 7 દર્દી રીકવર થતા રજા આપી હતી. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વિનોબાભાવે નર્સિંગ કોલેજ અને ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ અને પીએચસી સીએચસી સેન્ટર, સબ સેન્ટરમાં કોવી શીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કર્યુ જેમાં 2804 લોકોને રશી મુકાવી હતી.

પ્રદેશમાં અત્યાર સુધી કુલ 102967 લોકોનું વેક્સિનેશન થઇ ચુક્યું છે.જ્યારે દમણ જિલ્લામાં સોમવારે સુખદ સમાચાર એ રહ્યા હતા કે, 307 સેમ્પલની સામે માત્ર 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. બીજી તરફ 4 દર્દી રીકવર થયા બાદ કોવિડ કેર સેન્ટરમાંથી રજા અપાતા હવે એક્ટિવ કેસની સંખ્યા પણ 75 રહી છે.

અન્ય સમાચારો પણ છે...