તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનના જોખમે કાર્ય કરતા શિક્ષકો:દાનહમાં કોરોના કાળમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ 9 શિક્ષકો મોતને ભેટ્યા

સેલવાસ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ શિક્ષકો ફરજ નિભાવતા મહામારીના ભોગ બન્યાં - Divya Bhaskar
આ શિક્ષકો ફરજ નિભાવતા મહામારીના ભોગ બન્યાં
 • વસ્તી ગણતરી હોય કે મહામારી શિક્ષકોને સુરક્ષા વિના સોંપાતી કામગીરી
 • મોતને ભેટનારા શિક્ષકના પરિવારને કોઇ વળતર મળ્યું નથી

વસ્તીગણતરી હોય કે મહામારી શિક્ષકોને આગળ ધરી દેતી સરકારે એમની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાય રહી છે. દાનહ ખાતે ગત એપ્રિલથી અત્યાર સુધીમાં 9 શિક્ષકોના કોરોના કાળમાં મોત થયાનું જાણવા મળ્યું છે.

દાનહમાં કોન્ટ્રાક્ટ બેઝ ટીચરોની સંખ્યા 900 છે. આ તમામ શિક્ષકોને કોવિડ સર્વે કરવા જેમાં કોઈ પોઝિટિવ નીકળે તો એના ઘરના સભ્યોની જાણકારી મેળવવી, એ જાગ્યા પર સૅનેટાઇસ કરાવવવું, વારંવાર દરેકના ઘરે ફરી તમામ લોકોના આરોગ્ય વિષે માહિતી મેળવવી. આવા અનેક કામો સોંપાયા છે. જે હસ્તા મોઢે શિક્ષકો હાલ કરી રહ્યા છે. મોટાભાગે દરેક શિક્ષક કે શિક્ષિકાઓ જ્યારે પોતાના ઘરેથી નીકળે છે અને સોંપાયેલું કામ પૂર્ણ કરી ઘરે આવે છે ત્યારે તેઓ જણાતા નથી કે સાથે કોરોના વાઇરસને લઈ આવ્યા છે. જેના કારણે તોઓ અને તેમના પરિવારના સભ્યો પણ સંક્રમિત થાય છે અને ભોગ પણ બને છે.

દાનહ ખાતે 3 મહિલા સહીત કુલ 9 શિક્ષકો આ રીતે હાલના કોરોના કાળમાં પોતાની ફરજ બજાવતા સંક્રમિત થવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત હાલમાં હાલ 15 શિક્ષકો કોવિડ પોઝિટિવ છે અને એક ની હાલત ગંભીર છે. આ માટે તંત્ર દ્વારા તેઓની સુરક્ષા માટે પુરતા સાધનો અને સુવિધા ન આપવાનું કારણ પણ જવાબદાર ગણાવાય રહ્યું છે.

જીવનના જોખમે ફરજ બજાવતા આ હંગામી શિક્ષકોને કાયમી શિક્ષકોની જેમ સરકારી સુવિધાઓ મળતી નથી બીજી તરફ એમના પરિવારને હંમેશા ખતરો બની રહે છે. DNH પ્રાયમરી અપર પ્રાયમરી કોન્ટ્રાક બેઝ ટીચર વેલ્ફેર એસોસિએશને આ બાબતે મંગળવારે સેલવાસ કલેટરને એક આવેદન પત્ર પણ આપી પોતાની વ્યથા જણાવી હતી.

સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
કિશનભાઇ પટેલ અથોલા શાળા, વંદનાબેન ગિમ્ભર વેલુગામ શાળા, રમણભાઈ ભસરા સેલ્ટી શાળા, સાવજી ભોયા નરોલી હાઈસ્કૂલ, નરેન્દ્રભાઈ ગોંડ આપટી શાળા, સુમિત્રાબેન ડી. પટેલ મુખ્ય શિક્ષક ચીખલી શાળા અમનીજ દીકરી પન્નાબેન બાબુભઈ પટેલ ખુટલી શાળા, શિક્ષક લક્ષીભાઈ જાધવ અને ગુલાબભાઇ વાંગડ માંદોની કેન્દ્ર શાળાના શિક્ષકોએ ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે. મોતને ભેટનારા મોટા ભાગના શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તે દરમિયાન મોતને ભેટ્યા હતાં. વેક્સિન જાગૃતિ અને કન્ટેનમેન્ટ ઝોન સર્વેની કામગીરી આ શિક્ષકોને આપવામાં આવી હતી.

ઈન્સ્યુરન્સ તેમજ અન્ય સુવિધા મળવી જોઇએ
આજે અમે અમારી તકલીફો વિષે સેલવાસ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જેમાં શિક્ષકોનો ઈન્સ્યુરન્સ તેમજ એમને મળવા પાત્ર સગવડો મળી રહે તમામ શિક્ષકો જીવના જોખમે કામ કરી રહ્યા છે .ખાસ કરીને કોન્ટ્રાક શિક્ષકોની હાલત વધુ ખરાબ છે અમે અમારી ફરજ પૂર્ણતઃ નિભાવશું.> જે. એ. રાઠોડ, કોન્ટ્રાક બેઇઝ ટીચર વેલ્ફેર એસોસિએશન,DNH

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો