તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:વિદ્યુુત વિભાગના ખાનગીકરણ સામે કોંગ્રેસની જિ.પં.ને ચીમકી, દાનહ જિ.પં.પ્રમુખને વિરોધ કરતો ઠરાવ કરવા જણાવ્યું

સેલવાસ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાત દિવસમાં ઠરાવ ન કરે તો જિ.પં. કાર્યાલયનો ઘેરાવ કરશે

દાનહ કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખને અભિવાદન પ્રદેશને લગતા વિવિધ મુદ્દાઓ અંગે લેખિત રજુઆત કરી હતી.દાનહ કોંગ્રેસે કરેલી રજુઆતમાં ચૂંટણી દરમ્યાન વિવિધ જાહેરાત અને જનતાને જે વાયદા કર્યા હતા હવે એને નિભાવવા દાનહમાં વિદ્યુત વિભાગનું પ્રાઇવેટીકરણ ન થાય તે માટે યોગ્ય કરવાની જરૂર છે .ગ્રુપ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના પાવર છીનવાઈ ગયા છે એને પરત લેવા,જિલ્લા પંચાયત નેજા હેઠળ ચાલી રહેલા શિક્ષણવિભાગમાં વર્ષોથી કાર્યરત શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં છે.

કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને નોકરીમાથી કાઢી મુકવામાં આવ્યા છે તેઓને પરત નોકરી પર રખાવા,અધિકારીઓની તાનાશાહી અને મનમાનીને કંટ્રોલમાં લાવી ભ્રષ્ટાચાર પર રોક લગાવવા બાબતે ઘટતુ કરવાની માગ કરી છે.દાનહ પ્રસાશન દ્વારા વિદ્યુત વિભાગને પ્રાઇવેટીકરણ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દીધી છે.દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિદ્યુત વિભાગના પ્રાઇવેટીકરણનો વિરોધ કર્યો છે.

અને 20 પંચાયતના દરેક સરપંચોને પત્ર લખી નિવેદન કર્યું છે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સર્વસંમતિથી વિદ્યુત પ્રાઇવેટીકરણ કરવાના ટેન્ડર પ્રક્રિયા રદ કરવાના ઠરાવને પસાર કરે અને સાત દિવસમાં પ્રસાશન સમક્ષ વિરોધ કરે નહી તો દાનહ કોંગ્રેસ જિલ્લા પંચાયત કાર્યાલયનો ઘેરાવ કરશે. આમ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે જિલ્લા પંચાયતમાં સત્તાધીશોને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો