આક્ષેપ:‘સાંસદ આપઘાત કેસ દબાવવામાં ભાજપના નેતા મેદાનમાં ઉતર્યા છે’

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાનહ કોંગ્રેસ સમક્ષ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

દાનહ કોંગ્રેસ સમિતિએ સાંસદ મોહનભાઇ ડેલકર આત્મહત્યા કેસમાં જલ્દીથી ડેલકર પરિવાર અને પ્રદેશના લોકપ્રિય નેતાને ન્યાય મળે,આરોપીઓને હોદ્દા પરથી હટાવી સળીયા પાછળ ધકેલવામાં આવે તે માટે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાનાભાઉ પટોલેની મુંબઈ મંત્રાલય હાઉસ ખાતે મુલાકાત કરી હતી. સાંસદ આત્મહત્યા કેસમાં દોષિત આરોપી ઓ ઉપર પોલીસની તપાસ ક્યાં સુધી પહોચી તેવું પૂછતા પટોલે એ આક્ષેપ કર્યો હતો કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના દબાણ બાદ જ મુંબઇ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.

હવે આ આત્મહત્યા કેસને દબાવવા માટે ભાજપાના કેટલાક મોટા નેતા મેદાનમા ઉતર્યા છે. આ મુલાકાત દરમ્યાન કેસ સાથે જોડાયેલી કેટલીક મહત્વની જાણકારી આપી હતી જે દરેક વાતોને લઇ દાનહ કોંગ્રેસ આગામી દિવસોમાં દાનહના કિલવણી નાકા પર જાહેરસભામાં સાંસદ મોહન ભાઇ ડેલકર આત્મહત્યાને લઇ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાનાભાઉ પટોલેકેવી રીતે ભાજપાવાળા અને મોદી સરકાર આ કેસને દબાવવાની અને ડાયવર્ટ કરવાની કોશિશ થઇ રહી હોવાનો આક્ષેપ કરી તેનો ખુલાશો પ્રદેશની જનતા સમક્ષ કરશે.

દાનહ કોંગ્રેસ સમિતિએ આ કેસમાં એફઆઇઆર નોંધવાથી લઇ સહકાર આપવા બદલ પ્રદેશની જનતા વતી મહારાષ્ટ્ર કોંગ્રેસ પરિવાર અને અધ્યક્ષ નાનાભાઉ પટોલેનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...