ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર:દાનહ વિકાસનો ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકસભા પેટા ચૂંટણી માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકલ્પ પત્રનું વિમોચન કર્યુ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ભયમુક્ત, વંશવાદ મુક્ત અને સાથે વહેશે વિકાસની ગંગા જેવા નારા સાથે સેલવાસમાં અટલ ભવન ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત ભાજપના આગેવાનોના હસ્તે લોકસભાની ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. દાનહ પ્રદેશ લોકો હવે વંશવાદની વિરાસત પ્રદેશના લોકો નથી ઇચ્છી રહ્યા. લોકો હવે પ્રદેશમાં નવા વિકાસને ઝંખે છે. દેશ અને દુનિયાની સાથે પ્રદેશના તમામ લોકોનો વિકાસ અને સુખાકારી માટે બદલાવ માગી રહ્યા છે એવું ભાજપ પ્રદેશના અધ્યક્ષ દીપેશ ટંડેલે હાલમાં ચૂ઼ટણી પૂર્વના લોકોના મંતવ્યોના આધારે જણાવ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે કહ્યું કે, ભાજપ વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડી રહી છે. દાનહની જનતા આત્મ સન્માન માગે છે.

વંશવાદ અને માફિયાગીરીથી છૂટકારો જોઇએ છે જેથી કરીને આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને દાનહ માટે ભાજપે 16 મુદ્દાનો સંકલ્પ પત્ર લઇને જનતા સમક્ષ જઇ રહી છે. હપ્તારાજમાંથી મુક્તિ અપાવી દાનહના ઉદ્યોગોને સુરક્ષા પ્રદાન કરવી પક્ષની પ્રાથમિકતા રહેશે. ગ્રામિણ વિસ્તારમાં ઓદ્યોગિક વિકાસને લઇ ગેરકાયદે બનેલા આવાસને રેગ્યુલાઇઝ કરાશે. ભાજપના સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત, પ્રભારી વિજ્યા રહાટકર, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે મોદી સરકારની દરેક યોજના દાનહ પ્રદેશમાં લાગુ કરાશે. કોરોનાના વિસમ કાળમાંથી પસાર થતા ઉદ્યોગોને આગળ વધારવા તક અપાશે. કુદરતી સોદર્ય ધરાવતા પ્રદેશને સુરક્ષા સાથે ઇકો ટુરિઝમ હબ બનાવીશું. એડવેન્ચર સ્પોટર્સ વધારાશે.

અન્ય સમાચારો પણ છે...