યૌનશોષણનો આક્ષેપ:સેલવાસ પોલીસ મથકે પહોંચેલી સગીરાએ કહ્યું - મદરેસામાં મૌલાનાએ મારા પર રેપ કર્યો

સેલવાસ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરના નિવેદનને પગલે એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

સેલવાસના બાવીસા ફળિયામાં આવેલા મદ્રેસામાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાએ ત્યાંના જ મૌલાના પર યૌનશોષણનો આરોપ લગાવતાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સેલવાસમાં જ રહેતી અને બાવીસા ફળિયામાં આવેલા એક મદ્રેસામાં ભણતી 17 વર્ષીય સગીરા સેલવાસ પોલીસ સ્ટેશનમાં આવીને મદ્રેસામાં મૌલાનાએ મારા પર બળાત્કાર કર્યો હોવાનો સીધો આરોપ લગાવ્યો હતો. જેને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સેેલવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા એસપી હરીશ્વર સ્વામી અને એસીપી સિદ્ધાર્થ જૈન પણ સેલવાસ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં હાલ પોલીસ દ્વારા કોઈપણ જાતનો ફોડ પાડવામાં આવ્યો નથી. જોકે આ ઘટનાએ સેેલવાસ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ અંગે એસપી હરીશ્વર સ્વામીએ જણાવ્યું કે, સગીરા નો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ ખરી હકીકત સામે આવશે.