નારાજગી:પ્રશાસનથી નારાજ દાનહ સાંસદ રાજીનામુ આપશે

સેલવાસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશમાં લોકતંત્રનો ખાતમો: ડેલકર

દાનહ સાંસદ મોહન ડેલકારે સ્થાનિક પ્રશાસનથી નારાજ  હોવાની વાત જણાવી હતી. લોકસભા સત્રમાં પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીને મળ્યાં બાદ રાજીનાનું આપવાની વાત મોહન ડેલકાર પોતાના વીડિયોમા જણાવી હતી.

સોશિયલ  મીડિયા પર સાંસદ મોહન ડેલકારે પ્રદેશવાસીઓને સંબોધતા હૈયાવરાળ ઠાલવી હતી. પ્રશાસન વ્યક્તિગત રીતે લોકોને ટાર્ગેટ કરી રહયા છે જેને લઈ લોકતંત્ર લથડી ચૂક્યું છે. એમને જણાવ્યું હતું કે દેશની લોકસભામાં પ્રદેશના લોકોની સમસ્યાના અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જેનો જવાબ જેતે મંત્રાલય સાથે પ્રધાનમંત્રી એ પણ આપ્યો હતો પણ પ્રદેશ પ્રશાસને એનો જવાબ આજ દિન સુધી આપ્યો નથી. વધુમાં  જણાવ્યું હતું કે જો કોઈ પ્રશાસન વિરુધ્ધ અવાજ ઉઠાવે છે એને ટાર્ગેટ કરી એને દબાવી દેવામાં આવે છે સાંસદ ડેલકારે જણાવ્યું હતું કે હું આવતા લોકસભા સત્રમાં પ્રધાનમંત્રી ગૃહ મંત્રી સને લોકસભા સ્પીકરને મળ્યા બાદ મારું રાજીનામુ આપીશ.

અન્ય સમાચારો પણ છે...