અકસ્માત:બાલદેવીમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાનું મશીન સળગી ઉઠ્યું

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ કામનો વિરોધ કરતા પાર્ક કરાયું હતું

બાલદેવી ગામે કુવા ફળિયા નજીક ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા એલ એન્ડ ટી કંપનીના કોન્ટ્રાક્ટરને અંડર ગ્રાઉન્ડ કેબલિંગનો કામ ચાલી રહ્યુ હતું. જે સેલવાસથી સાયલી તરફ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. શનિવારે આ કામગીરી ચાલી રહી હતી ત્યારે કેટલાક સ્થાનિકોએ એનો વિરોધ કર્યો હતો.બાદમા સાંજે પાંચ વાગ્યે કામગીરી બંધ કરી કેબલ લાખવા માટે ખોદકામ કરવાનુ બોબકોટ મશીન ત્યા જ કુવા ફળિયા નજીક રખાયું હતુ. મોડી રાત્રે બે વાગ્યાના સુમારે આ મશીનમા આગ પકડી લીધી હતી,જેથી આજુબાજુના લોકોએ ફાયર વિભાગને ફોન કર્યો હતો, ફાયરની ટીમ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટના અંગે દાનહ ઇલેક્ટ્રીક વિભાગ અને એલએન્ડટી કંપનીના કોન્ટ્રાકટ એજન્સી શિવશરણ કન્ટ્રક્શન ચેન્નાઇના પ્રતિનિધિને જાણ થતા કોન્ટ્રાક્ટમા કામ કરતા સ્થળ પર પોહચી ગયા હતા.અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી.ઇલેક્ટ્રીક વિભાગ અધિકારી ઈંગ્લે અને એલએન્ડટી કંપનીના શિવશરણ કન્ટ્રક્શન એજન્સીના માલિક શિવશરણ પર ચેન્નાઈથી સેલવાસ આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...