તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:5 વર્ષના પ્રેમ સંબંધ બાદ લગ્ન નક્કી કરી યુવતી અન્ય સાથે છૂ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનહના યુવકની યુવતી-પરીજનો સામે છેતરપિંડીની ફરિયાદ

દાનહમાં પાંચ વર્ષથી પ્રેમ બાદ લગ્નની તારીખ પણ નક્કી થતા યુવતિ બીજા છોકરા જોડે ભાગી જતા ચકચાર મચી છે. શૈલેષ દાકલ સુરૂમ રહેવાસી વાંસદા દેવીપાડાનો વંદના ત્રંબક ડાલકર સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ પ્રેમીના પરિવારના લોકો પણ એમના આ સબંધ અંગે જાણતા હતા. યુવતી ધો.12 પછી આગળ ભણવા માંગતી હોય વંદનાને ધરમપુરમાં લેબ ટેક્નિશિયન માટે એડમિશન અપાવેલું.બે વર્ષનો કોર્સ પૂરો કર્યા બાદ સેલવાસ ત્રણ મહિનાનો પ્રેક્ટિકલ કોર્સ હતો જે પૂર્ણ થયા બાદ બન્નેએ પરિવારને મળી 30 એપ્રિલે લગ્ન કરવાનું નક્કી કરેલું.

પરંતુ કોરોનાને કારણે લોક ડાઉન બાદ લગ્ન કરવાનું નક્કી કરાયુ હતું.જેથી શૈલેષે જમણવાર,મંડપ સહિતનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવી દીધેલું.જોકે વંદના કાકડમટી ગામના કેતન જોડે ભાગી જતા.શાૈલેષના પરિવારના સભ્યોએ વંદનાના પરિવાર સાથે 13જુને હિસાબ માટે મિટિંગ કરી વંદના પાછળ કરેલો ખર્ચ માગતા પરિવારે ખર્ચ આપવાની ના પાડી ઝઘડો કરી હુમલો કરેલો.જેથી શૈલેષે વંદનાના પરિવાર સામે છેતરપીંડી, ઘરે બોલાવી હુમલો કર્યાની ખાનવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...