• Gujarati News
  • National
  • A Young Man's Cheek And Lip Were Cut Off By A Kite String In Selvas, Forced To Take 15 Stitches To Be Admitted To Civil Hospital

દુર્ઘટના:સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનના ગાલ-હોઠ કપાયા, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા 15 ટાંકા લેવાની ફરજ પડી

સેલવાસ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેલવાસના બાવીસા ફળિયામાં રહેતો એક યુવાન બજારમાં જઈ રહ્યો હતો તે સમયે અચાનક પતંગની દોરી ગળા પર આવી જતા એને હટાવવાના પ્રયાસમાં ચેહરા પર દોરી આવી જતા ગાલ અને હોઠ પર ગંભીર ઇજા થઇ હતી. જેને કારણે 15 ટાંકા આવ્યા હતા.

દિપક પાટીલ રહેવાસી સાંઈ ઓર્ચિડ સોસાયટી બાવીસા ફળિયા જેઓ એમની બાઈક પર કિલવણી નાકા તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક પતંગની દોરી ગળાના ભાગે આવી ગઇ હતી જેને હટાવવા જતા ગાલના ભાગે ભેરવાઈ ગઇ હતી સાથે મોઢાના ભાગે હોઠને પણ ગંભીર ઇજા થઇ હતી જેને તાત્કાલિક સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં એના ગાલ- હોઠ પર મળી પંદરથી વધુ ટાંકા આવ્યા હતા.

મહારાષ્ટ્ર જન સેવા સંગઠનના અગ્રણી સુનિલ મહાજને જણાવ્યુ કે, મકર સંક્રાંતિના તહેવારમાં પતંગ ઉડાવનારાની સંખ્યા વધી રહી છે પરંતુ થોડીક લાપરવાહીના કારણે કોઈનો જીવ લઇ શકે એમ છે. જેથી ધ્યાન રાખી તહેવાર ઉજવીયે સાથે બાઈકસવારોએ પણ આ મકરસંક્રાંતિ તહેવારના દિવસોમાં સાવધાની રાખે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...