તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ખાનવેલ ગામે આદિવાસીનું ઘર આગમાં બળીને ખાક; આગનું કારણ અકબંધ, સામાજિક કાર્યકરો બે ઘર પરિવારની મદદે આવ્યા

સેલવાસએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દાદરા નગર હવેલીના ખાનવેલ તલાવલી પારસપાડા ગામે એક આદિવાસી પરિવારનું ઘર કોઈક કારણસર અચાનક આગ લાગતા આખું બળીને ખાક થઇ ગયુ હતું. પ્રાપ્ત વિગત અનુસાર દેવજી ચાઇતા સાપ્તા રહેવાસી તલાવલી ખાનવેલ જેઓ મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓનાં ઘરમાં અચાનક કોઇ કારણથી આગ લાગી ગઈ હતી.

આગ લાગેલી જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમ પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં દેવજીભાઈનું આખુ ઘર બળીને ખાક થઇ ગયું હતું.એમના પરિવારમાં ત્રણ બાળકી અને એક બાળક છે.

આ ઘટનામાં ઘરની અંદર કપડા, અનાજ સહિત બધી જ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.આ અંગે જાણ થતા ગામના અગ્રણીઓ સહિત સેલવાસનાં સામાજિક કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોચી કપડા અને અનાજ સહિત જરૂરી ચીજવસ્તુઓની સહાય કરી હતી. ઘટનામાં સદનશીબે કોઇ દાઝ્યુ ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો