સતત વાહનોના ધસારાથી વ્યસ્ત રહેતા સંઘપ્રદેશ દાનહના નરોલી રોડ પર ગુરૂવારે પેસેન્જર ભરેલી એક ઓટો રિક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં ટ્રકચાલકે ટક્કર મારતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 મુસાફરોને ગંભીર ઇજા થતા સેલવાસ સિવિલમાં દાખલ કરાયા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મુકી ભાગી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નરોલી રોડ પર અથાલ નજીક નરોલીથી સેલવાસ તરફ રિક્ષા નંબર જીજે-15-વાયવાય-8090 પેસેન્જર ભરીને આવી રહી હતી એની પાછળ જ એક ટ્રક નંબર જીજે-15-વાયવાય-8103ના ચાલકે રિક્ષાને ઓવરટેક કરવાના લ્હાયમાં ટ્રકનો પાછળનો ભાગ રિક્ષાને ટચ થઈ જતા રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષામાં સવાર બે વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી જેઓને સ્થાનિકોએ 108 દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોચી હતી અને ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો જેની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.